જૂનાગઢ :શનિવાર અને 22 તારીખના દિવસે જુનાગઢ શહેરમાં અતિ ભારે વરસાદ પડ્યો હતો. જેને કારણે સમગ્ર શહેર જળબંબાકારની સ્થિતિમાં જોવા મળતું હતું. કુદરતી આફતના સમયે જૂનાગઢ અને સિદ્ધપુર પાટણના ચાર શખ્સોએ જાહેર શાંતિનો ભંગ થાય તેમ જ વય મનસ્ય ફેલાય તે પ્રકારે વાંધાજનક પોસ્ટ ફેસબુકના માધ્યમથી કરી હતી. સમગ્ર મામલો જુનાગઢ પોલીસના ધ્યાન પર આવતા સાયબર ક્રાઇમની સાથે બી ડિવિઝન પોલીસ મથકમાં વાંધાજનક પોસ્ટને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં આજે જુનાગઢ સાયબર ક્રાઇમ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સંયુક્ત અભિયાનમાં વાંધાજનક પોસ્ટ મુકનારા 4 આરોપીની અટકાયત કરવામાં પોલીસને સફળતા મળી હતી.
Junagadh Crime : ભારે વરસાદમાં શાંતિભંગ કરનાર ચાર આરોપીને જૂનાગઢ પોલીસે પકડી પાડ્યા - Junagadh heavy rain Offensive post goes viral
જૂનાગઢ શહેરમાં ભયાનક વરસાદ પડ્યો ત્યારે શાંતિભંગ થાય તે માટેની વાંધાજનક પોસ્ટ વાયરલ થઈ હતી. જે બાબતે પોલીસને ધ્યાને આવતા વાંધાજનક પોસ્ટ વાયરલ કરનાર 4 શખ્સોની ધરપકડ કરી લીધી છે.
શનિવારના દિવસે જુનાગઢ શહેરમાં અતિભારે વરસાદ પડ્યો હતો. કુદરતી આફતના સમય ચોક્કસ ધર્મને આધારે જાહેર શાંતિનો ભંગ થાય તે માટેની વાંધાજનક પોસ્ટ સોશિયલ મીડિયા એટલે કે ફેસબુકના માધ્યમથી વાયરલ કરી હતી. જેમાં પોલીસ તપાસને અંતે 4 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. હાલ તમામ આરોપી જુનાગઢ પોલીસની પકડમાં છે અને તેની આકરી પુછપરછ શરૂ કરી દેવામાં આવી છે. આજ પ્રકારે વાંધાજનક પોસ્ટ કરવાના કોઈ કિસ્સા તેમના દ્વારા કરાયા છે કે કેમ તેને લઈને પણ કોઈ ખુલાસો પોલીસ તપાસમાં થઈ શકે છે. - એ એમ ગોહિલ (PI, સાયબર ક્રાઇમ)
વાંધાજનક પોસ્ટ : જુનાગઢ અને સિદ્ધપુર પાટણના 4 શખ્સોએ શનિવારના દિવસે જુનાગઢ શહેરમાં ભારે વરસાદને પગલે જાહેર શાંતિનો ભંગ થાય તેવી ચોક્કસ ધર્મને ઉદ્દેશીને વાંધાજનક પોસ્ટ વાઇરલ કરી હતી. જે સાઇબર ક્રાઇમ પોલીસ મથકના ધ્યાન પર આવતા પોલીસે સમગ્ર મામલામાં તપાસ શરુ કરી હતી અને અંતે જૂનાગઢના શાહરૂખ પૌત્રા અને રફીક રાધનપુર તેમજ સિદ્ધપુર પાટણના મોહમ્મદ મિયા પીરઝાદા અને શાબિર શેખની સોશિયલ મીડિયા એટલે કે ફેસબુકના માધ્યમ પર વાંધાજનક પોસ્ટ કરતા તેની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.