જૂનાગઢ : ઉનાળાના દિવસો દરમિયાન સાર્વજનિક છાશ કેન્દ્ર દ્વારા પાછલા 87 વર્ષથી વિનામૂલ્યે જરૂરિયાતમંદ વર્ગને વિના મૂલ્યે એક લીટર છાશ પૂરી પાડવામાં આવી રહી છે. જેનો તમામ ખર્ચ દાતાઓ દ્વારા ઉઠાવવામાં આવે છે. ઉનાળાના દિવસો દરમિયાન લોકોને ટાઢક મળી રહે અને ગરમી સામે રક્ષણ થાય તે માટે છાશ કેન્દ્ર શરૂ કરાયું હતું. જે આજે સતત ધમધમતું જોવા મળે છે.
87 વર્ષથી ધમધમે છે છાશ કેન્દ્ર :જુનાગઢ શહેરમાં પાછલા 87 વર્ષથી સાર્વજનિક છાશ કેન્દ્ર સતત ધમધમી રહ્યું છે. આજથી 87 વર્ષ પૂર્વે જૂનાગઢ નજીકના વડાલ ગામથી સાર્વજનિક છાશ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી. જે આજે 87 વર્ષ બાદ વટ વૃક્ષ બની રહ્યું છે. પ્રતિ દિવસે જુનાગઢ શહેરના બે કેન્દ્રો પરથી 450 જેટલા પરિવારો કેન્દ્ર થકી વિનામૂલ્યે છાશ મેળવી રહ્યા છે, જેનું વિતરણ રહેલી સવારે 6:00 કલાકે કરવામાં આવે છે. ગણતરીની મિનિટોમાં 450 જેટલા પરિવારો વિનામૂલ્ય છાશ મેળવી રહ્યા છે. વિનામૂલ્ય વિતરણ કરવામાં આવતી છાશ તમામ જ્ઞાતિ જાતિ ધર્મ કે કોમના ભેદભાવ વગર લોકોને પૂરી પાડવામાં આવે છે. જેનો લાભ તમામ ધર્મ કોમ અને જ્ઞાતિના લોકો મેળવી રહ્યા છે.
આ પણ વાંચો :Junagadh News : આ શ્રાવક પરિવાર ઉપાશ્રયોને પુરા પાડે છે વિનામૂલ્યે શેકેલા ગાંઠિયા