સુરતના સરથાણામાં આવેલા કોચિંગ ક્લાસમાં લાગેલી આગના પડઘા સમગ્ર રાજ્યમાં જોવા મળી રહ્યા છે. જેને લઇને રાજ્ય સરકાર દ્વારા રાજ્યના દરેક જિલ્લા મથકમાં ટ્યુશન ક્લાસિસ, શાળાઓ, રેસ્ટોરન્ટ, હોસ્પિટલો સહિતની જગ્યાઓ પર ફાયર સેફ્ટીને લઈને તાકીદે તપાસ અભિયાન શરૂં છે. સમગ્ર રાજ્યમાં ફાયર સેફ્ટીને લઈને કોઇ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. આવી તમામ સંસ્થાઓના NOC રદ કરીને નવેસરથી તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
જૂનાગઢઃ ફાયર સેફ્ટીના એક માત્ર અધિકારીની અમદાવાદમાં બદલી - gujaratinews
જૂનાગઢ: સમગ્ર રાજ્યમાં ફાયર સેફ્ટી લઈને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે જૂનાગઢમાં મનપાના ફાયર અધિકારીની અચાનક બદલી થતા મનપાનું તંત્ર ફાયર અધિકારી વિનાનું બની ગયું છે. શહેરના ફાયર અધિકારી દસ્તુરની અચાનક જૂનાગઢથી અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે.
આ દરમિયાન જૂનાગઢ મહાનગરપાલિકામાં ફાયર અધિકારી તરીકે કામ કરતા દસ્તુરની અચાનક અમદાવાદ બદલી કરી દેવામાં આવી છે. દસ્તુરની અમદાવાદ ખાતે બદલી થતાં જૂનાગઢ મનપા ફાયર અધિકારી વિનાની બની રહી છે. જ્યારે શાળા વેકેશન બાદ ખૂલી રહ્યું છે, ત્યારે ફાયર સેફ્ટીને લઈને NOC તેમજ ફાયર સુવિધાની તપાસ માટે હવે ક્યા અધિકારી કામ કરશે તેને લઇને સવાલો ઉભા થઈ રહ્યાં છે. સરકાર તપાસ કરવાની વાતો કરી રહી છે, તો બીજી તરફ આ જ તપાસમાં સામેલ અને જેની NOC દ્વારા જ શાળાઓ, ટ્યુશન ક્લાસિસ, હોસ્પિટલ શરૂ થઈ શકશે તેવા સક્ષમ અધિકારીની બદલી થતાં આગામી દિવસોમાં જૂનાગઢમાં ફાયર સેફ્ટીની તપાસ કોણ કરશે તેને લઇને સવાલો ઉભા થઇ રહ્યાં છે.