જૂનાગઢઃ જિલ્લાના માંગરોળ PGVCL કચેરીમાં કરોડોના ભ્રષ્ટાચારના આરોપનો ઓડિયો વાઇરલ થયો છે, જયારે આ ઓડીયો કલીપમાં માહીતી માગનાર હમીરભાઇ ધામાને પણ પૈસા આપીને ભ્રષ્ટાર દબાવી દેવાની વાત કર્યા હોવાનું સામે આવે છે. જયારે ખાસ તો માંગરોળ PGVCL રૂલર સબ ડીવીજન સ્ટોરમાંથી રેકર્ડ ગુમ કરી નાખ્યા હોવાના પણ આક્ષેપો કરાયા છે.
જૂનાગઢના માંગરોળની PGVCL કચેરીમાં ચાર સબ ડિવિજનોમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયાની આશંકા - 75 lakh rupee corruption
જૂનાગઢ જિલ્લાના માંગરોળની PGVCL કચેરીમાં ચાર સબ ડીવીજનોમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયાની આશંકાને લઇને માંગરોળના એક RTI એક્ટિવીષ્ટ હમીરભાઇ ધામાએ કરી તપાસની માગ કરી હતી. માંગરોળ PGVCL કચેરીમાં ચાર સબ ડીવીજનોમાં કરોડો રૂપીયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો દાવો માંગરોળના RTI એક્ટીવીષ્ટ હમીરભાઇ ધામાએ કર્યો છે. જેમાં વાયુ વાવાજોડામાં કોઇપણ જાતના મેન્ટેનેશ કામ કરાયા વગર 75 લાખ રૂપીયાના ખોટા બીલો દર્શાવી પૈસા લેવાનો દાવો કરાયો છે અને તેમની એક ઓડીયો ક્લીપ પણ વાઇરલ થયા હોવાનું જણાવાઇ રહયું છે.
જેમાં આ RTI એક્ટીવીષ્ટ દ્વારા તેની પણ ફરીયાદ ઉચ્ચ કક્ષાએ લેખીત માંગણી કરી છે અને PGVCL કચેરીના એસી સુધી હપ્તા અપાતા હોવાની વાતો ઓડીયો ક્લીપમાં જાણવા મળી રહી છે. આ બાબતે તેની પણ તપાસ કરવા માંગ કરાઇ છે અને પોતે ભ્રષ્ટાચારના આધાર પુરાવા સાથે રજુ કરવાપણ સહમતી દર્શાવી છે અને પોતાપાસે ભ્રષ્ટાચાર અચરાયો હોવાના આધાર પુરાવા રજુ કરવાનો દાવો કરાયો છે.
જયારે આ બાબતે મુખ્ય મંત્રીનેપણ લેખીત ફરીયાદો કરવામાં આવી છે પરંતુ આ બાબતે કોઇ તપાસ થયેલ નથી જયારે એલ ટી એ બી સી કેબલ ખેતીવાડીમાં અન લીગલ લગાડેલ તે સાબીત કરવાપણ ફરીયાદી જયને ગેર રીતી ખુલી પાડવા છતાંપણ પગલાં ન લેવાયા તેવુંપણ કહેવામાં આવી રહયું છે. આ બાબતે જો ખરેખર યોગ્ય તપાસ થાય તો કરોડો રૂપીયાનો ભ્રષ્ટાચાર ખુલવાની આશંકા સેવાઇ રહી છે