- કેટલાક માધ્યમોમાં શાળા છોડયાના પ્રમાણપત્ર વગર પ્રવેશ અપાશે તેને લઇને શિક્ષણાધિકારીએ કરી સ્પષ્ટતા
- એડમિશન મેળવવા માગતા પ્રત્યેક વિદ્યાર્થીએ શાળા છોડવાનું પ્રમાણપત્ર આપવું પડશે
- સરકારની કેટલીક જોગવાઈ અને શિક્ષણ મેળવવાના અધિકાર પૂરતું ખાસ કિસ્સામાં લેવાય છે માનવતાવાદી નિર્ણય
જૂનાગઢ : ગુરૂવારના રોજ કેટલાક માધ્યમોમાં શાળામાં નવા પ્રવેશ મેળવવા અંગે અહેવાલ પ્રસિદ્ધ થયા હતા. જેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ( school leaving Certificate ) વગર વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવશે. સમગ્ર મામલાને અંગે ETV BHARAT દ્વારા જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારી ( Junagadh District Education Officer )નો અભિપ્રાય મેળવ્યો હતો.
શાળા છોડ્યાનું પ્રમાણપત્ર રજૂ કરવું ફરજિયાત
જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારી ( Junagadh District Education Officer ) આર. એસ. ઉપાધ્યાય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, કોઈ વિદ્યાર્થી શાળામાં પ્રવેશ મેળવવા માટે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર રજૂ કરવું ફરજિયાત છે, પરંતુ ખાસ કિસ્સામાં રાજ્ય સરકાર દ્વારા જે જોગવાઈ કરી છે, તે મુજબ વિદ્યાર્થીને પ્રવેશ આપી દેવામાં આવે છે. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ( school leaving Certificate ) સમય રહેતા રજૂ કરવાનું પણ ચોક્કસ જણાવવામાં આવે છે.
શિક્ષણ મેળવવાના અધિકાર અન્વયે બાળકોને આપવામાં આવી રહ્યા છે શાળાઓમાં પ્રવેશ