- જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કીરીટ પટેલે યોજી ચૂંટણી સમીક્ષા બેઠક
- 20 તાલુકા પંચાયત સીટના ઉમેદવારો સાથે બેઠક કરી
- ભાજપના ઉમેદવારને નિડરતા પૂર્વક ચૂંટણી લડવાની સલાહ
જૂનાગઢ : માંગરોળમાં ગુરૂવારના રોજ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના સમીક્ષા માટે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કીરીટ પટેલ માંગરોળ ખાતે તમામ 4 જિલ્લા પંચાયત સીટ તેમજ 20 તાલુકા પંચાયત સીટના ઉમેદવારો સાથે બેઠક કરી હતી.
ભાજપના ઉમેદવારને નિડરતા પૂર્વક ચૂંટણી લડવાની સલાહ
માંગરોળ તાલુકા પંચાયત કોગ્રેસનો ગઢ ગણાય છે. આ ગઢને કેમ જીતવો તે અંગેની સમીક્ષા કરવા માટે ઉમેદવારો એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કીરીટ પટેલ દ્વારા ભાજપના ઉમેદવારને નિડરતા પૂર્વક ચૂંટણી લડવાની સલાહ આપી હતી.
જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કીરીટ પટેલે કરી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીની સમીક્ષા વિક્રમ ખાંભલાએ ભાજપ સાથે છેડો ફાડયો
હાલની ચૂંટણીને જોઇએ તો ભાજપ પક્ષમાં જૂનાગઢ જિલ્લામાં ટિકિટને લઇને મોટો પ્રમાણમાં અસંતોષ ઉભો થયો છે. જૂનાગઢના માળીયા હાટીના તાલુકાના અનુસુચિત જનજાતિના જૂનાગઢ જિલ્લા ભાજપના મહામંત્રી વિક્રમ ખાંભલાએ ભાજપ સાથે ટિકિટમાં નહી મળતાં તેમને ભાજપ સાથે છેડો ફાડયો હતો. જે બાદ માંગરોળના શીલ ગામના રામજી ચુડાસમા કે જેમને જૂનાગઢ જિલ્લાના ભાજપના પૂર્વ મહામંત્રી હતા, તેમને પણ ભાજપ સાથે છેડો ફાડતાં ભાજપ પક્ષને એમની મોટી ખોટ પડશે તે જણાઇ રહ્યું છે.
ભાજપના અનેક કાર્યકરો પક્ષથી નારાજ
હાલમાં ભાજપમાંથી ટિકિટ મુદ્દે વાદ વિવાદ ઉભો થવાને કારણે 28 ફેબ્રુઆરીના રોજ યોજાનારી ચૂંટણીમાં ભાજપના અનેક કાર્યકરો ભાજપથી નારાજ છે, ત્યારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવામાં ભાજપને કેટલી સફળતા મળશે એ જોવું રહ્યું.