જૂનાગઢનો પ્રાચીન વારસો થયો જર્જરીત પુરાતન વિભાગ પણ થયું નિષ્ક્રિય જુનાગઢ શહેર ને ઐતિહાસિક નગર તરીકે આજે પણ વિશ્વના ફલક પર ઓળખવામાં આવે છે. નવાબી કાળની અનેક ઇમારતો અને સ્થાપત્યો આજે પણ જૂનાગઢની એક અલગ અને વિશેષ ઓળખ બની રહ્યા છે. કેટલીક ઈમારતોમા આજે સરકારી કચેરીઓ ચાલી રહી છે. પરંતુ કેટલીક ઇમારતો વપરાશ કર્યા વગરની પડી રહી છે. તે હવે જર્જરીત બની રહી છે. જૂનાગઢની ઇતિહાસ સાથે સંકળાયેલો આ ભવ્ય વારસો આજે પુરાતન વિભાગની નિષ્ક્રિયતા સામે જર્જરિત બની રહ્યો છે.
જૂનાગઢનો પ્રાચીન વારસો જર્જરીત જૂનાગઢનો ઇતિહાસજુનાગઢ શહેર(Junagadh heritage ) આજે પણ વિશ્વના નકશા પર પુરાતન શહેર તરીકે ઓળખ અને તેનો દબદબો જોવા મળે છે. નવાબી સમયમાં જૂનાગઢ શહેરમાં અનેક ઇમારતો જૂનાગઢના પુરાતન ઇતિહાસની સાક્ષી પૂર્તિ આજે પણ જોવા મળે છે. નવાબી શાસન દરમિયાન જુનાગઢ શહેરમાં નાની મોટી મળીને કુલ 100 કરતાં વધુ ઈમારતો બનાવવામાં આવી હતી. આ ઈમારતો નવાબી કાળમાં જૂનાગઢની વિશેષ ઓળખ બનતી હતી જુનાગઢ શહેરમાં જે ઇમારતો છે. તેમાં જે તે સમયે જુનાગઢના નવાબ પરિવારના સદસ્યો નવાબની બેગમો અને જુનાગઢ આવતા તેમના મહેમાનો માટે રહેવાની અને ઉતારાની વ્યવસ્થા કરાઈ હતી.
જૂનાગઢનો પ્રાચીન વારસો જર્જરીત આ પણ વાંચો હિમાલયનો દાદા ગુરુ: 134 વર્ષથી અડીખમ છે ગિરનાર પર્વતના આ પગથિયાં
પુરાતન વારસો આ ભવ્ય પ્રાચીન પુરાતન વારસો હવે જુનાગઢ શહેરમાં જર્જરિત બની રહ્યો છે. તેની પાછળ પુરાતન વિભાગની ઘોર નિષ્ક્રિયતા કારણભૂત બની રહી છે. આજથી 20 વર્ષ પૂર્વે આ તમામ ઇમારતો એકદમ ઉપયોગમાં લઈ શકાય તે પ્રકારની હતી. પરંતુ સરકારી ઉદાસીનતાના કારણે જૂનાગઢનો જાજરમાન ઇતિહાસ ધરાવતી અને 100 વર્ષ કરતા પણ વધુ પૌરાણિક ઈમારતો આજે જર્જરીત બની છે.
વહીવટાનું સાક્ષી એક સમયે જુનાગઢ જિલ્લાના વહીવટાનું સાક્ષી હતી આ ઇમારતોઅખંડ જુનાગઢ જીલ્લો જેમાં આજના ગીર સોમનાથ અને પોરબંદરનો સમાવેશ થતો હતો. આ અખંડ જુનાગઢ જિલ્લાનું વહીવટ આ ઈમારતોમાંથી થતો હતો. રાજ્યના પ્રથમ મહિલા મુખ્ય સચિવ અને વર્ષ 1973માં જૂનાગઢના જિલ્લા કલેકટર તરીકે કામ કરતા મંજુલા સુબ્રમણીયમે પણ આ ઈમારતોમાં બેસીને જિલ્લાના વહીવટની કમાન સંભાળી હતી. જે પ્રકારે વહીવટી તંત્ર આ ઈમારતોમાં બેસીને જિલ્લાનું સુકાન સંભાળતા હતા.
જૂનાગઢનો પ્રાચીન વારસો જર્જરીત ઇતિહાસની સાક્ષીનવાબી સમયમાં પણ આ જ ઇમારતો જુનાગઢ શાસનના ઇતિહાસની સાક્ષી બન્યા હતા પરંતુ આજે વર્ષો બાદ અને ખાસ કરીને પુરાતન વિભાગની ઘોર નિષ્ક્રિયતા ને કારણે જૂનાગઢના નવાબી અને પ્રજાકીય શાસનનો હિસ્સો બનેલી આ ભવ્ય ઈમારતો આજે જર્જરીત બની રહી છે.
જૂનાગઢનો પ્રાચીન વારસો જર્જરીત આ પણ વાંચો જગ જૂની સોરઠ અને ગઢ જુનો ગિરનાર: વહેલી સવારે ગિરનારનું પ્રાકૃતિક સૌંદર્ય થયું કેમેરામાં કેદ
જર્જરીત બનેલો વારસોભયજનક થયોપ્રાચીન ઇતિહાસ સમેટીને ઉભેલો જુનાગઢ નો આ ભવ્ય ઇતિહાસ માત્ર જર્જરિત નથી થયો. હવે તે ભયજનક પણ બની રહ્યો છે. આ મહાકાય ઇમારતો આજે રખરખાવને કારણે એકદમ જીર્ણતા અનુભવે છે. અને કોઈપણ સમયે ઇમારતોનો કોઈ.પણ હિસ્સો તૂટી પડે તે પ્રકારની ભયજનક અવસ્થાએ પહોંચી ગયો છે. જૂનાગઢના માર્ગ અને મકાન વિભાગે પણ આ ઈમારત ભયજનક અને જર્જરીત છે. તેવું જાહેર કર્યું છે.
ઐતિહાસ વારસાની અંદર જર્જરિત હાલાત અકસ્માત રૂપે માઠા સમાચાર-પુરાતન વિભાગ કોઈ પણ પ્રકારની કામગીરી કરવાને લઈને હજુ સુધી આગળ આવ્યું નથી. જેને કારણે જૂનાગઢનો ઇતિહાસ આજે શહેરીજનો પર કોઈ અકસ્માતના સ્વરૂપે જબુળી રહ્યો છે. સમય રહેતા પુરાતન વિભાગ આ વારસા ને લઈને કોઈ અંતિમ નિર્ણય નહીં કરે તો આગામી દિવસોમાં જૂનાગઢનો ઇતિહાસ સમેટીને ઉભેલો આ ભવ્ય વારસો જુનાગઢ વાસીઓ માટે અકસ્માત રૂપે માઠા સમાચાર લઈને પણ આવી શકે છે.