જૂનાગઢ : જૂનાગઢ પોલીસના જાહેરનામા મુજબ મકાન કે મિલત ભાડે આપવાની હોય તેની પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવી ફરજિયાત છે. જો તમે તમારું મકાન કે મિલકત કોઈ ભાડુઆતને ભાડા પર આપવાનો વિચાર કરી રહ્યા હોય તો થોડો સમય કાઢીને અમારો અહેવાલ અવશ્ય વાંચજો. જૂનાગઢમાં મકાન ભાડે આપીને તેની નોંધ નજીકના પોલીસ મથકમાં નહીં કરાવવાના આરોપસર જૂનાગઢના ચિતાખાના ચોક વિસ્તારમાં રહેતા રહીમ જારીયા નામના મકાન માલિક વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવીને ધોરણસરની કાર્યવાહી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે શરૂ કરી છે.
પ્રત્યેક મકાન માલિકને વિનંતી છે કે તેમની કોઈ પણ મિલકત ભાડે આપતા પૂર્વે નજીકના પોલીસ મથકમાં ભાડુઆતની નોંધ અવશ્યપણે કરાવે. જેથી જાહેરનામા ભંગના ગુનામાં તેમના વિરુદ્ધ કોઈ ફરિયાદ દાખલ ન કરવી પડે. આ જાહેરનામું કોઈ પણ મકાન માલિકના હિતમાં બનાવવામાં આવ્યું છે. જેથી કોઈ ખોટો કે ભાંગફોડીયો તત્વ ભાડુઆત તરીકે મકાનમાં રહેવા માટે ન પહોંચી જાય. પોલીસની આ વ્યવસ્થામાં પ્રત્યેક મકાન માલિકે સહયોગ આપીને સંભવિત ગુનાખોરીને અટકાવવામાં પોલીસની મદદ પણ કરી શકે છે...એ. એમ. ગોહિલ(સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ઇન્સ્પેક્ટર)
જાહેરનામાનો અમલ કરવો ફરજિયાત : જૂનાગઢ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોઈ પણ વ્યક્તિ દ્વારા તેમનુ મકાન કે મિલકત ભાડે આપતા પૂર્વે તેની નોંધ નજીકમાં આવેલા પોલીસ મથકમાં અચૂકપણે કરાવવાની હોય છે. પરંતુ રહીમ જારીયાએ હેઠાણ ફળિયા વિસ્તારમાં આવેલું તેમનું મકાન ઉત્તર પ્રદેશના 12 જેટલા વ્યક્તિઓને ભાડા પર આપીને તેની નોંધ કે જાણ નજીકના પોલીસ મથકમાં નહીં કરતા પોલીસે આજે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.
એસઓજી પીઆઈએ આપી વિગતો :સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ઇન્સ્પેક્ટર એ. એમ. ગોહિલે સમગ્ર મામલામાં વધુ વિગતો આપતા જણાવ્યું છે કે જૂનાગઢ શહેર અને જિલ્લામાં જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મકાન કે મિલકત ભાડે આપતા પૂર્વે તેની નોંધણી અચૂક કરાવવાની હોય છે તેવું જાહેરનામું અમલમાં છે. ત્યારે જૂનાગઢના રહીમ જારીયાએ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરવામાં આવેલા જાહેરનામાનો ભંગ કર્યો છે. જેથી તેના વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકમાં દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.
- Navsari News : નવસારીના સીમલાદમાં જમીનમાં પાકિસ્તાનના પાવર ઓફ એટર્નીનો ઉપયોગ, સરકારી ચોપડે નોંધ પણ ચડી! પગલાં લેવાયાં
- EWS LIG Flat : ઈડબ્લ્યૂએસ અને એલઆઈજી આવાસ ગેરરીતિ મામલામાં કમિશનરને પત્ર લખાયો, એસ્ટેટવિભાગ સામે રોષ
- રાજકોટમાં મકાન પચાવી પાડવા મુદ્દે દંપતિ વિરુદ્ધ Land grabbing act હેઠળ ગુનો નોંધાયો