ગુજરાત

gujarat

ETV Bharat / state

Junagadh Corporation:જૂનાગઢમાં રખડતા ઢોરના ત્રાસ મામલે બેઠક યોજાઈ - જૂનાગઢ રખડતા ઢોરનો ત્રાસ

જૂનાગઢ કોર્પોરેશન (Junagadh Corporation)વિસ્તારમાં રખડતા ઢોરના ત્રાસને(Junagadh Torture of stray cattle) લઈને આજે જૂનાગઢ શહેરના સામાજિક અગ્રણીઓ (Social pioneer of Junagadh city)દ્વારા સર્કિટ હાઉસમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં રખડતા ઢોરના ત્રાસને(Torture of stray cattle) લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી આજે એકત્ર થયેલા સમાજસેવકો એ આગામી છઠ્ઠી તારીખે જૂનાગઢ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને સમગ્ર મામલાને લઈને કલેકટર દ્વારા ઘટતું કરવામાં આવે તેવી માગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Junagadh Corporation:જૂનાગઢમાં રખડતા ઢોરના ત્રાસ મામલે બેઠક યોજાઈ
Junagadh Corporation:જૂનાગઢમાં રખડતા ઢોરના ત્રાસ મામલે બેઠક યોજાઈ

By

Published : Dec 2, 2021, 7:23 PM IST

  • જૂનાગઢમાં વધતા જતા રેઢિયાળ ઢોરના પ્રશ્નોને લઈને મળી બેઠક
  • શહેરના સામાજિક અગ્રણીઓએ સર્કિટ હાઉસમાં યોજી બેઠક
  • આગામી છઠ્ઠી તારીખે કલેકટરને આવેદનપત્ર આપવાનું સર્વાનુમતે કરાયું નથી

જૂનાગઢઃજૂનાગઢ કોર્પોરેશન (Junagadh Municipal Corporation)વિસ્તારમાં સતત વધી રહેલા રખડતા ઢોરના ત્રાસને લઈને જૂનાગઢ શહેરના સામાજિક આગેવાનો દ્વારા એક બેઠકનું (Social pioneer of Junagadh city) આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જૂનાગઢ કોર્પોરેશન (Junagadh Corporation)વિસ્તારમાં સતત વધી રહેલા રેઢિયાળ અને રખડતા ઢોરના પ્રશ્નને લઈને કોઈ અંતિમ નિરાકરણ કરવામાં આવે તે વિષય પર તમામ લોકોએ ચર્ચા કરી હતી. જૂનાગઢ શહેરમાં રખડતા અને રેઢીયાળ ઢોરનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. રખડતા ઢોરકોઈ મોટા અકસ્માતને નિમંત્રણ આપે તે પહેલા વકરતી જતી સમસ્યા પર જૂનાગઢ શહેરના સામાજિક અને રાજકીય આગેવાનોએ ચિંતા કરીને આ સમસ્યા માંથી જૂનાગઢ લોકોને બહાર કાઢવાની પહેલ કરી છે.

આગામી દિવસોમાં લેકટરને આવેદનપત્ર આપશે

સમગ્ર મામલાને લઈને જૂનાગઢ શહેરના રાજકીય અને સામાજિક આગેવાનોએ શહેરમાં રખડતા અને રેઢીયાળ ઢોરના પ્રશ્નને લઈને ચિંતન કર્યું હતું. સમગ્ર મામલાને લઈને જૂનાગઢ જિલ્લા કલેકટર મધ્યસ્થી કરે તે પ્રકારનો અંતિમ નિર્ણય કરવામાં આવ્યો હતો, અને આગામી છઠ્ઠી ડિસેમ્બરના દિવસે જૂનાગઢ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવાનું (Application form to Junagadh Collector )સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે. આવેદનપત્ર આપતી વખતે જૂનાગઢ કોર્પોરેશનના પદાધિકારીઓને પણ સાથે રાખવાનું આયોજન શહેરના સામાજિક અને રાજકીય અગ્રણીઓએ નક્કી કર્યું છે કે ,સમગ્ર મામલાને લઈને જૂનાગઢ જિલ્લા કલેકટર રખડતા ઢોર અને તેના ત્રાસમાંથી શહેરીજનોને મુક્તિ કઈ રીતે અપાવી શકશે તેને લઈને શહેરના લોકોમાં પણ હવે ભારે ઇંતેજારી જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃઉનાના નવાબંદરમાં તોફાની પવન ફુંકાતા 10 બોટોની જળસમાઘિ અને 12 ખલાસીઓ થયા લાપતા

આ પણ વાંચોઃahmedabad robbery:અમદાવાદમાં તસ્કરોની ચોરી કરવાની અલગ રીત, જાણો ચોરીનો અજીબ કિસ્સો

ABOUT THE AUTHOR

...view details