ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢમાં સંભવિત કોરોનાની લહેરને લઈને જિલ્લા વહીવટી તંત્રની બેઠક - જિલ્લા વહીવટી તંત્રની બેઠક

કોરોનાની સંભવિત ચોથી લહેરને લઈને જુનાગઢ (junagadh corona update) જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેઠકનું (meeting of the district administration) આયોજન જિલ્લા કલેક્ટર રચિત રાજની અધ્યક્ષતામાં કરાયું (meeting of administration with rachit raj dm) હતું. જિલ્લા કલેકટર રચિત રાજે તમામ અધિકારી અને કર્મચારીઓને સંભવિત કોરોનાની લહેર સામે રક્ષણ આપવા માર્ગદર્શન પૂરું પાડ્યું (rachit raj dm) હતું.

meeting of administration with rachit raj dm
meeting of administration with rachit raj dm

By

Published : Dec 22, 2022, 6:54 PM IST

સંભવિત કોરોનાની લહેરને લઈને જિલ્લા વહીવટી તંત્રની બેઠક

જૂનાગઢ:સમગ્ર વિશ્વમાં કોરોનાની ચોથી લહેર ધીમે ધીમે ખૂબ જ ભયજનક રીતે પ્રસરી રહી છે. ગુજરાતમાં પણ કોરોનાની સંભવિત ચોથી લહેરની સામે લોકોને સુરક્ષા અને આરોગ્ય પ્રાપ્ત કરાવી શકાય તે માટે જુનાગઢ (junagadh corona update) જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન જિલ્લા કલેક્ટર રચિત રાજની અધ્યક્ષતામાં કરાયું (meeting of administration with rachit raj dm) હતું. જેમાં જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખ જુનાગઢ મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના સહિત તબીબો અને આરોગ્ય સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓ જોડાયા (meeting of the district administration) હતા. જેમાં જિલ્લા કલેકટર રચિત રાજે તમામ અધિકારી અને કર્મચારીઓને સંભવિત કોરોનાની લહેર સામે રક્ષણ આપવા માર્ગદર્શન પૂરું પાડ્યું (rachit raj dm) હતું.

આ પણ વાંચોઓમિક્રોનની આશંકાને પગલે મહિસાગર આરોગ્ય તંત્ર એલર્ટ

જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક:સમગ્ર વિશ્વમાં કોરોનાની ચોથી લહેર ધીમે ધીમે આગળ વધી રહી છે. તેને ધ્યાને રાખીને જુનાગઢ જિલ્લા કલેકટર કચેરીમાં પણ આરોગ્ય અને તબીબી સેવાઓ સાથે સંકળાયેલા તબીબો કર્મચારીઓ અને અધિકારીઓની એક સંયુક્ત બેઠકનું આયોજન જિલ્લા કલેકટર કચેરી જુનાગઢ ખાતે કરાયુ હતુ. જેમાં જિલ્લા કલેક્ટર રચિત રાજે ઉપસ્થિત સૌ કર્મચારીઓ અધિકારીઓ અને તબીબોને સંભવિત લહેરને ખાળવા માટે સાબદા રહેવાની હાકલ કરી હતી. આ બેઠકમાં સામેલ તબીબો અને કર્મચારીઓએ પણ સંભવિત કોરોનાની લહેર સામે તેઓ સુનિયોજીત રીતે વ્યવસ્થા તંત્ર ઊભું કરવામાં સફળ રહ્યા છે તેવી વાત કરી હતી.

આ પણ વાંચોગુજરાત સરકારે કોરોના સામે લડવા કેટલો ખર્ચ કર્યો, આકડો જોઈ આંખ ચાર થઈ જશે

જિલ્લામાં તમામ વ્યવસ્થાની ચકાસણી:કલેકટરના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં જુનાગઢ જિલ્લાની તમામ હોસ્પિટલોમાં કોરોના સંબંધિત દવાથી લઈને દર્દીઓને હોસ્પિટલમાં રાખવા સુધીની તમામ તૈયારીઓ પર ગંભીર રૂપે ચર્ચા કરવામાં આવી હતી. દરમ્યાન જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં 1000 કરતાં વધુ બેડ કોરોના સંક્રમિત દર્દીઓ માટે અનામત રાખવામાં આવ્યા હતા. આ પ્રકારની વ્યવસ્થા આ વર્ષે પણ બિલકુલ કોઈ પણ પરિસ્થિતિને ખાળવા માટે ઉભી કરી શકાય છે. તેને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે હાલ કોરોના સંક્રમણને લઈને કોઈ ચિંતાજનક સમાચાર નથી પરંતુ કોઈ પણ આકસ્મિક અને ચિંતાજનક પરિસ્થિતિની વચ્ચે જિલ્લાનું વહીવટી અને આરોગ્ય તંત્ર લોકોને ખૂબ ઓછી મુશ્કેલીઓ પડે તેને લઈને અત્યારથી જ તૈયારીઓમાં વ્યસ્ત જોવા મળી રહ્યું છે. આવતીકાલ સુધીમાં મોટાભાગની તમામ તૈયારીઓ હોસ્પિટલમાં ભૌતિક રીતે પૂર્ણ કરી દેવામાં આવશે. સાથે સાથે કોરોનાને સંબંધીત તમામ દવાઓ અને રસીકરણના અભિયાનને પણ આવતીકાલથી લોકોની જરૂરિયાતને મુજબ શરૂ કરવાની તૈયારીઓ પણ આરોગ્યની સાથે જિલ્લા વહીવટી તંત્રએ કરી દીધી છે.

ABOUT THE AUTHOR

...view details