ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢ શહેર યુવા ભાજપ પ્રમુખ અને SC મોરચાના સક્રિય કાર્યકરો AAPમાં જોડાયા - gopal italiya

જૂનાગઢ શહેર યુવા ભાજપ પ્રમુખ ચેતન ગજેરા અને અનુસૂચિત જાતિ મોરચાના સક્રિય કાર્યકર વિજય ચાવડાએ બુધવારે ભાજપના સક્રિય અને તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. જેને પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ આવકાર આપ્યો હતો, ત્યારે જૂનાગઢ જિલ્લા પ્રમુખ અતુલ શેખડાએ કહ્યું કે, આગામી દિવસોમાં વધુ કેટલાક કાર્યકરો જૂનાગઢ પાર્ટીના કાર્યકરો બનશે, જેને પક્ષ આવકારશે.

ચેતન ગજેરા અને વિજય ચાવડાએ કેસરીયો ખેસ છોડીને પકડ્યું ઝાડું
ચેતન ગજેરા અને વિજય ચાવડાએ કેસરીયો ખેસ છોડીને પકડ્યું ઝાડું

By

Published : Mar 31, 2021, 8:08 PM IST

  • શહેર યુવા ભાજપ પ્રમુખ જોડાયા આમ આદમી પાર્ટીમાં
  • ચેતન ગજેરા અને વિજય ચાવડાએ કેસરીયો ખેસ છોડીને પકડ્યું ઝાડું
  • AAP માટે ઉત્સાહજનક સમાચાર

જૂનાગઢ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માટે આ વર્ષે ખૂબ સારા સમાચાર આવ્યા હતા. ત્રણ સદસ્યો જૂનાગઢ તાલુકા પંચાયતની ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર પાર્ટીના ઉમેદવારોએ રાજકીય પક્ષોના ઉમેદવારોને હંફાવવામા સફળતા મેળવી હતી, ત્યારે હવે વધું જોમ અને જુસ્સો પ્રેરે તેવા સમાચાર જિલ્લામાંથી મળી રહ્યા છે. શહેર યુવા ભાજપ પ્રમુખ ચેતન ગજેરા અને અનુસૂચિત જાતિ મોરચાના વિજય ચાવડાએ ભાજપનો કેસરીયો ખેસ છોડીને હાથમાં ઝાડું પકડવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો:જૂનાગઢમાં આમ આદમી પાર્ટીનું મહાસંમેલન યોજાયું

ભાજપના કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાતા જિલ્લાના સંગઠનમાં પણ ઉત્સાહ

શહેર યુવા ભાજપ પ્રમુખ સહીત ભાજપના સક્રિય કાર્યકરો બુધવારે આમ આદમી પાર્ટીના સદસ્ય બન્યા છે, ત્યારે જૂનાગઢ જિલ્લા પ્રમુખ અને કાર્યકરોમાં પણ ખૂબ ભારે હર્ષ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ જિલ્લા પ્રમુખ અતુલ શેખડાએ ETV ભારત સમક્ષ કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લામાં ચાલી રહેલા સદસ્યતા નોંધણી અભિયાનનો આ પ્રથમ તબક્કો છે. જેમાં યુવા ભાજપ શહેર પ્રમુખને આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે સફળતા મળી છે.

AAP માટે ઉત્સાહજનક સમાચાર

આ પણ વાંચો:સુરતમાં આમ આદમી પાર્ટીએ નવનિયુક્ત મેયરનો ઘેરાવ કર્યો

આગામી દિવસોમાં ઘણા કાર્યકરો AAPના સદસ્ય બનશે

આગામી દિવસોમાં હજુ પણ કેટલાક સક્રિય અને મોટા ગજાના કહી શકાય તેવા કાર્યકરો રાષ્ટ્રીય પક્ષોમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં જોડાવવા માટે ઉત્સુકતા દર્શાવી રહ્યા છે. આગામી દિવસોમાં હજુ પણ રાષ્ટ્રીય પક્ષના મોટા ગજાના કાર્યકરો અને પદાધિકારીઓ પણ આમ આદમી પાર્ટીના સદસ્ય બનતા જોવા મળશે. જેનો આગામી દિવસોમાં ખુલાસો પણ આમ આદમી પક્ષ દ્વારા કરવામાં આવશે, તેવું અતુલ શેખડાએ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details