જૂનાગઢરાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં (gujarat election 2022 result) ભાજપે અભૂતપૂર્વ 156 બેઠક જીતીને નવો રેકોર્ડ તો બનાવ્યો જ છે, પરંતુ સમગ્ર દેશનું ધ્યાન ગુજરાત તરફ ખેંચ્યું છે. ત્યારે હવે રાજ્યની નવી સરકાર 12 ડિસેમ્બર (સોમવારે) શપથગ્રહણ કરશે. ત્યારે હવે આ વખતે કેબિનેટમાં જૂનાગઢ જિલ્લાને પ્રતિનિધિત્વ મળશે કે કેમ તેની પર સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે.
અગાઉ જૂનાગઢના નેતાઓને મળ્યું હતું પ્રતિનિધિત્વ ગત 5 વર્ષ દરમિયાન પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકારમાં જૂનાગઢ જિલ્લાને પ્રતિનિધિત્વ મળ્યું હતું. કેશોદ અને માણાવદરના ધારાસભ્ય દેવાભાઈ માલમ અને જવાહરભાઈ ચાવડાને (Jawahar Chavda BJP) કેબિનેટ અને રાજ્ય કક્ષાનું પ્રધાન પદ આપવામાં આવ્યું હતું, પરંતુ સોમવારે નવી બનવા જઈ રહેલી રાજ્ય સરકારની મંત્રી પરિષદમાં જુનાગઢ જિલ્લાની બાદબાકી થાય તેવી શક્યતા છે.
જવાહર ચાવડાનો પરાજય દેવાભાઈની લીડ મામૂલીજૂનાગઢની માણાવદર વિધાનસભા બેઠક (Manavdar assembly seat) પર જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં પૂર્વ કેબિનેટ પ્રધાન જવાહર ચાવડા ચૂંટણી (gujarat election 2022 result) જીતવામાં અસફળ રહ્યા છે. બીજી તરફ કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ (Devabhai Malam BJP MLA) ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે, પરંતુ કૉંગ્રેસનાં ઉમેદવાર સામે તેની લીડ એકદમ ઘટી ગઈ છે. આના કારણે પણ તેમને પ્રધાન પરિષદમાં સમાવેશ થાય તેવી શક્યતાઓ જોવાતી નથી.