ગુજરાત

gujarat

ETV Bharat / state

જેતપુરના ઔદ્યોગિક એકમોએ ઉબેણ નદીને કરી પ્રદૂષિત, ખેડૂતોમાં રોષ - jetpur industries

જૂનાગઢઃ જૂનાગઢ નજીકથી પસાર થતી ઉબેણ નદીમાં જેતપુરના સાડીના કારખાનાઓ દ્વારા કેમિકલયુક્ત પાણી નદીમાં છોડવામાં આવતા નદીનું પાણી પ્રદૂષિત બન્યું છે. જે કારણે આસપાસના ગામોના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

jetpur industries pollute uben river junagadh
જેતપુરના અદ્યોગિક એકમોએ ઉબેણ નદીને કરી પ્રદુષિત

By

Published : Jan 15, 2020, 6:50 PM IST

જૂનાગઢ નજીકથી પસાર થતી ઉબેણ નદી પ્રદૂષિત બની રહી છે. રાજકોટ જિલ્લાના જેતપુરમાં આવેલા સાડીના કારખાનાઓમાંથી કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી નદીમાં છોડવામાં આવતા નદી પ્રદૂષિત બની રહી છે. જેને લઈને આસપાસના ગામના લોકો પણ ચિંતિત બની રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ વિસ્તરામાં આવેલી ઉબેણ નદીમાં પ્રદૂષિત પાણીને લઈને અનેક વાર ગામ લોકો અને ખેડૂતો દ્વારા ફરિયાદો કરવામાં આવી છે. તેમ છતાં પ્રદૂષિત ઘટવાને બદલે દર વર્ષે વધી રહ્યું છે. જેને લઈને ખેડૂતોની સાથે ગામલોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

જેતપુરના અદ્યોગિક એકમોએ ઉબેણ નદીને કરી પ્રદુષિત

રાજકોટ જિલ્લાના જેતપુરના સાડીના કારખાઓમાંથી કેમિક્લ યુક્ત પાણી છોડવાને લઈને સરકાર દ્વારા અનેક વખત મનાઈ હુકમ આપવામાં આવ્યો છે. તેમ છતાં કારખાનેદારો દ્વારા સરકારની ઉપરવટ જઈને નદીને પ્રદૂષિત કરી રહ્યા છે. પ્રદૂષિત પાણીથી આસપાસની જમીન પણ બિન ઉપજાઉ બની રહી છે. તેમ છતાં પ્રદૂષિત પાણીને લઈને કોઈ નિરાકરણ નહીં આવતા આ વિસ્તરાના લોકોને કેટલાક અસાધ્ય રોગો પણ જોવા મળી રહ્યા છે. તેમ છતાં કારખાનેદારો દ્વારા પ્રદૂષિત અને કેમીકલયુક્ત પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેને લઈને હવે ગામલોકો અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

જેતપુરના અદ્યોગિક એકમોએ ઉબેણ નદીને કરી પ્રદુષિત
જેતપુરના અદ્યોગિક એકમોએ ઉબેણ નદીને કરી પ્રદુષિત

ABOUT THE AUTHOR

...view details