ગીરસોમનાથ જિલ્લાના મુખ્યમથક વેરાવળ ખાતે યોજાયેલ જૂનાગઢ લોકસભા સીટ માટેના વિજય વિશ્વાસ સંમેલનમાં હાજરી આપવા નવનિયુક્ત કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાએ પોતાના વકતવ્ય દરમિયાન પત્રકારો માટે તેમના દ્વારા કરવામાં આવેલા નિવેદન બાબતે થયેલવિવાદને તળપદી ભાષાના બહાના હેઠળ આવરી લેવા પ્રયત્ન કર્યો હતો.તો સાથે જ તેમણે આ બનાવ પરથી જ્ઞાન થયું અને ભાન પણ થયું તેમ જણાવ્યું હતું.
જવાહર ચાવડાએ રમુજી અંદાજથી પોતાની ભૂલનો સ્વીકાર કર્યો - jnd
જૂનાગઢઃ પત્રકારોને લઈને કરેલા નિવેદન બાદ સમગ્ર પત્રકાર જગતની નારાજગી ભોગવી રહેલા ભાજપમાં તાજા જ ભળેલા કેબિનેટ કક્ષપ્રધાન જવાહર ચાવડાએ રમુજી રીતે પોતાની ભૂલનો સ્વીકાર કર્યો હતો, અને સાથે જ તળપદી ભાષામાં પણ હવે બોલતા ધ્યાન રાખશે તેવુ જણાવ્યું હતું.
સ્પોટ ફોટો
ત્યારે પોતાના દ્વારા આપેલા નિવેદન પર દિલગીરી પણ વ્યક્તિ કરી હતી.પોતાના રમુજી અંદાજમાં વાતાવરણને આનંદ મઈ બનાવી દીધુ હતું.