ગુજરાત

gujarat

ETV Bharat / state

ઘાયલ સિંહણનું જૂનાગઢ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં થયું જટિલ ઓપરેશન - સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય

જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સિંહણનું જટિલ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં વનવિભાગના તબીબોને સફળતા મળી છે.

ઘાયલ સિંહણનું જૂનાગઢ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં થયું જટિલ ઓપરેશન
ઘાયલ સિંહણનું જૂનાગઢ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં થયું જટિલ ઓપરેશન

By

Published : Apr 8, 2020, 8:43 PM IST

જૂનાગઢ: થોડા સમય અગાઉ બિમાર અવસ્થામાં વનવિભાગને એક સિંહણની જાણકારી મળી હતી. જેને સારવાર માટે જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં લાવવામાં આવી હતી. જેનું ખૂબ જ જટિલ કહી શકાય તેવું ઓપરેશન પાર પાડવામાં વનવિભાગના તબીબોને સફળતા મળી છે.


થોડા સમય અગાઉ જૂનાગઢ વનવિભાગને બિમાર હાલતમાં એક સિંહણ મળી આવી હતી જેને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં તબીબોની દેખરેખ નીચે રાખવામાં આવી હતી.થોડા દિવસોની સારવાર બાદ સિંહણની તબિયતમાં કોઈ સુધારો નહીં જણાતા વનવિભાગના તબીબો પણ ચિંતામાં મુકાયા હતા ત્યારબાદ સિંહણના વધુ પરીક્ષણ કરતા સિંહણના જઠ્ઠરમાં લોખંડ જેવો કોઇ પદાર્થ હોવાનું વનવિભાગના અધિકારીઓને માલુમ પડતા તેઓ પણ ચોંકી ઉઠયા હતા અને તાબડતોબ સિંહણના ઓપરેશન કરવાનો નિર્ણય કર્યો હતો.

કલાકોની મહેનત અને તબીબોની કુશળતાને કારણે સિંહણનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડાયું હતું. આ ઓપરેશનમાં સિંહણના જઠરમાંથી અંદાજિત ત્રણથી ચાર ઇંચ લાંબી સોય મળી આવી હતી, જેને લઇને વનવિભાગના અધિકારીઓ અને તબીબો પણ ચોંકી ઉઠયા હતા. આટલી લાંબી અને અણીદાર સોય સિંહણના જઠર સુધી કઈ રીતે પહોંચી હશે તેને લઈને વનવિભાગ પણ ચિંતિત બની રહ્યું છે.

જોકો તબીબોની મહેનત અને સફળ ઓપરેશન બાદ સિંહણને નવજીવન મળ્યું છે.

ABOUT THE AUTHOR

...view details