- એક વર્ષથી ઓનલાઇન શિક્ષણ સતત ચાલી રહ્યું
- એક વર્ષ પછી ફરીથી શિક્ષણ ઓનલાઇન શરૂ થયું
- શાળા અને કોલેજનું નવું શૈક્ષણિક સત્ર આજથી શરૂ કરાયું
જૂનાગઢ :આજે સોમવારથીવર્ષ 2021ના નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. કોરોના સંક્રમણને કારણે એક વર્ષ કરતા વધુ સમયથી પ્રત્યક્ષ શિક્ષણ સતત બાધિત થતું જોવા મળી રહ્યું છે. આજથી શરૂ થતા નવા શૈક્ષણિક સત્રમાં કોરોના સંક્રમણ વધુ કેટલીક અડચણ ઉભી કરી રહ્યું છે.
આ પણ વાંચો : અમદાવાદની કોલેજોમાં પ્રથમ વર્ષનું શૈક્ષણિક કાર્ય થયું ધમધમતું, વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી
શિક્ષણને ઓનલાઇન શરૂ કરવાનો રાજ્યના શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો
કોરોના સંક્રમણના ખતરાની વચ્ચે નવા શૈક્ષણિક સત્રનો પણ ઓનલાઇન પ્રારંભ થયો છે. એક વર્ષ અગાઉ કોરોના સંક્રમણને કારણે તમામ પ્રકારની શૈક્ષણિક ગતિવિધિઓ બંધ રાખવામાં આવી હતી. તબક્કાવાર શિક્ષણને ઓનલાઇન શરૂ કરવાનું રાજ્યના શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો હતો. જે અંતર્ગત જૂનાગઢમાં પણ પાછલા એક વર્ષથી શિક્ષણકાર્ય ઓનલાઇન થતું જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો : ભાવનગરઃ શહેરમાં શેરી શાળા શરૂ કરાઈ, ઓનલાઇન શિક્ષણ નિષ્ફળ હોવાનું જણાવતા શિક્ષકો
ટેકનોલોજીના ઉપયોગ કરીને શિક્ષકો જે તે વિષય વસ્તુને પ્રત્યેક વિદ્યાર્થી સુધી પહોંચાડી રહ્યા
વર્ષ 2021ના નવા શૈક્ષણિક સત્રનો આજથી ઓનલાઈન પ્રારંભ થઇ રહ્યો છે. રાજ્યમાં પ્રાથમિકથી લઈને માધ્યમિક તેમજ ઉચ્ચ શિક્ષણ આજથી ઓનલાઈન આપવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. શિક્ષકો ટેકનોલોજીના ઉપયોગ કરીને જે તે વિષય વસ્તુને પ્રત્યેક વિદ્યાર્થી સુધી ઓનલાઇન પહોંચે અને પ્રત્યેક વિદ્યાર્થી ઓનલાઇન મળેલા શિક્ષણથી પોતાનો નવું શૈક્ષણિક સત્ર આજથી શરૂ કરી રહ્યો છે. સતત વિદ્યાર્થીઓ અને શિક્ષકોને હાજરીથી જીવંત જોવા મળતા વર્ગખંડો આજે એક વર્ષ બાદ પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અનુપસ્થિતિમાં સુમસામ જોવા મળી રહ્યા છે.