ગુજરાત

gujarat

ETV Bharat / state

ભારતીય કિસાન સંઘે ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું - lockdown effect on farmers

ભારતીય કિસાન સંઘની જૂનાગઢ શાખા દ્વારા આજે ખેડૂતોના પડતર પ્રશ્નો અને લોકડાઉનમાં ખેડૂતોને પડેલી મુશ્કેલીઓ અને સૌની યોજના મારફતે જિલ્લાના ચેક ડેમો અને જળાશયો ભરવામાં આવે તે બાબતોને લઈને જૂનાગઢ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું.

ભારતીય કિસાન સંઘે ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર
ભારતીય કિસાન સંઘે ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

By

Published : May 26, 2020, 4:00 PM IST

જૂનાગઢઃ ભારતીય કિસાન સંઘની જૂનાગઢ શાખા દ્વારા આજે જૂનાગઢ જિલ્લા કલેકટરને ખેડૂતોને પડતર માંગ અને લોકડાઉન દરમિયાન ખેડૂતોને પડેલી મુશ્કેલીઓ તેમજ સૌની યોજના દ્વારા જૂનાગઢ શહેર અને જિલ્લામાં આવેલા ડેમ, ચેકડેમ અને જળાશયોને ભરવાની માગ સાથેનું આવેદનપત્ર જૂનાગઢ જિલ્લા કલેકટરને પાઠવ્યું હતું.

ભારતીય કિસાન સંઘે ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

આવેદનપત્ર આપતી વખતે સરકાર દ્વારા નક્કી કરાયેલા ધારાધોરણ મુજબ કિસાન સંઘના ત્રણ પ્રતિનિધિઓએ જિલ્લા કલેકટર સમક્ષ સામાજિક અંતર રાખીને આવેદનપત્ર પાઠવ્યુ હતું.

આ આવેદનપત્રમાં વધુ કેટલીક વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે પૈકી ખેડૂતોને બેંકમાંથી ધિરાણ મેળવવા માટે જે મુશ્કેલીઓ અને નિયમોની આંટીઘૂટીને લઈને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે, ત્યારે નિયમોમાં સરળતા આવે અને ખેડૂતો બિલકુલ સામાન્ય ખાતેદારની માફક ધિરાણ મેળવી શકે તેવી વ્યવસ્થા કરવાની માગ પણ કરવામાં આવી હતી. વધુમાં ખેડૂતોને દૂધ ઉત્પાદન ખર્ચ ખૂબ જ વધી રહ્યો છે. તો સામા પક્ષે દૂધના બજાર ભાવો સતત ઘટી રહ્યા છે. ત્યારે ખેડૂતોને દૂધના મહત્તમ અને પોષણક્ષમ ભાવ મળે તેમજ પશુઓના ખાણદાણમાં ઘટાડો થાય તેવી માગ પણ આ આવેદનપત્રમાં ભારતીય કિસાન સંઘે કરી છે.

ABOUT THE AUTHOR

...view details