- જૂનાગઢના માળિયા હાટીના તાલુકામાં બંધને સંપૂર્ણ સહકાર
- આજે માળિયા હાટીના તાલુકાના વેપારીઓ બજારો ન ખોલી
- દિલ્હીમાં છેલ્લા 13 દિવસથી ખેડૂતો નવા કૃષિ બિલનો કરે છે વિરોધ
ભારત બંધ એલાનઃ જૂનાગઢના માળિયા હાટીના તાલુકામાં આજે એક પણ દુકાન ન ખૂલી - ખેડૂતો
નવા કૃષિ કાયદાના વિરોધમાં આજે ખેડૂતો દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે, પરંતુ જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં બંધના એલાનને સંપૂર્ણ સહકાર મળ્યો હતો. તાલુકાના તમામ વેપારીઓ આ બંધમાં જોડાય તેવી કોંગ્રેસ દ્વારા અપીલ કરવામાં આવી હતી.
જૂનાગઢઃ માળિયા હાટીના ખાતે કોંગ્રેસ યુથના પ્રમુખે ખેડૂતોના બંધના એલાનને સમર્થન આપવા અંગે વેપારીઓને અપીલ કરી હતી. એટલે વેપારીઓએ આજે ખેડૂતોને સાથ આપવા માટે બંધની અપીલ ગ્રાહ્ય રાખી હતી. અને એક પણ વેપારીએ પોતાની દુકાન નહતી ખોલી. તાલુકાના તમામ વેપારી મિત્રો આ બંધમાં જોડાય અને પોતાનો સહયોગ આપે. જ્યારે દિલ્હી ખાતે ભારતના જુદા જુદા રાજ્યોમાંથી ખેડૂતો પોતાની લડત આપી રહ્યા છે ત્યારે આપણે સહુ પણ તેમને સહયોગ આપીએ અને ભારત બંધના એલાનમાં જોડાવવું જોઈએ તેવી કોંગ્રેસે અપીલ કરી હતી. આજે માળીયા હાટીના તાલુકામાં સંપૂર્ણ બંધ જોવા મળ્યો હતો. સાથે સાથે યુથ કોંગ્રેસના પ્રમુખ પીયૂષ પરમારને પણ સમર્થન આપવામાં આવ્યું હતું. તમામ વેપારીઓએ બંધને સહકાર આપતા કોંગ્રેસના પ્રમુખે તમામ વેપારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.