ગુજરાત

gujarat

ETV Bharat / state

કેશોદમાં ભરઉનાળે ચોમાસા જેવી સ્થિતી પાણીની રેલમછેલ - Gujarati News

જૂનાગઢઃ કેશોદના આંબાવાડી કાપડ બજાર વિસ્તારમાં ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સજાર્તા આંબાવાડી પાણીની રેલમછેલ થઇ છે. કેશોદની મુખ્ય ગણાતા આંબાવાડી કાપડ વિસ્તારમાં આવેલ ખાનગી એપાર્ટમેન્ટમાં અંડર ગ્રાઉન્ડ પાણીનો ટાંકો સાફ કરવામાં આવતા પાણીનો નિકાલ આંબાવાડી કાપડ બજારમાં કરવામાં આવ્યો છે.

સ્પોટ ફોટો

By

Published : Mar 16, 2019, 3:05 PM IST

પાણીના નિકાલથી આંબાવાડી કાપડ બજારમાં ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે. આંબાવાડી કાપડ બજારમાં પાણીનો મોટાપ્રમાણમાં પ્રવાહ વહેતા વેપારીઓ, વાહનચાલકો, રાહદારીઓ નગરપાલિકા તંત્ર સામે ફીટકાર વરસાવી રહ્યા છે.

જુઓ વીડિયો

આંબાવાડી કાપડ બજારમાં ચોમાસામાં 2 ફુટ સુધી પાણી ભરાતા હોય વેપારીઓ ,વાહનચાલકો, રાહદારીઓને પસાર થવું અસહ્ય બનતુ આ કારણોથી છેલ્લા 2 વર્ષથી આંબાવાડી કાપડ બજાર વિસ્તારના વેપારીઓએ રોડ લેવલ કરવા તથા રોડ ઉંચો બનાવી પાણીના નિકાલ માટે નગરપાલિકા કચેરીમાં અનેક વખત મૌખીક તથા લેખીત રજુઆત કરી હતી.આ સાથે કલેક્ટરને પણ રજૂઆત કરી હોવાનુ વેપારીઓએ જણાવ્યુ છે. ત્યારે નગરપાલિકા દ્વારા પાણીના નિકાલ કરવામાં આવ્યો નથી.

નગરપાલિકા તંત્ર વેપારીઓની રજૂઆતને ધ્યાને લેતુ નથી અને નગરપાલિકા પ્રમુખ દ્વારા વેપારીઓને એવુ જણાવ્યું હતું કે પાણીનો નિકાલ કોઈપણ સંજોગોમાં થઈ શકે તેમ નથી તેવુ વેપારીઓ જણાવી રહ્યા છે આંબાવાડી કાપડ બજારમાં રોડ રેવલ કરી ઉંચો કરવામાં આવે અને પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી વેપારીઓ દ્વારા માંગણી કરવામાં આવી છે.


For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details