ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢમાં વિકાસના કામોનું આજે મુખ્ય પ્રધાનના હસ્તે લોકાર્પણ - નમો ઈ ટેબનું વિતરણ

જૂનાગઢઃ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આજે જૂનાગઢ આવી રહયા છે. તેમની જૂનાગઢ મુલાકાત દરમિયાન નરસિંહ મહેતા યુનિવર્સીટી ભવનનું લોકાર્પણ તેમજ નમો ઈ ટેબ્લેટનું વિતરણ કરીને બહાઉદ્દીન કૉલેજમાં સભાને સંબોધન કરશે.

rupani

By

Published : Nov 23, 2019, 11:34 AM IST


મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આજે જૂનાગઢ આવી રહયા છે. તેમની જૂનાગઢ મુલાકાત દરમિયાન નરસિંહ મહેતા યુનિવર્સિટી નવા ભવનોનું ખાત મુહર્ત ભેસાણ તાલુકા પંચાયત ભવન અને સરકારી કૉલેજના લોકાર્પણ જૂનાગઢમાં કરવામાં આવશે, તેમજ જૂનાગઢ મનપા દ્વારા સક્કરીયા ટિમ્બા કોમ્યુનિટી હોલનું લોકાર્પણ તેમજ વિવિધ કૉલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નમો ઈ ટેબનું વિતરણ બહાઉદ્દીન કૉલેજમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી હસ્તે કરવામાં આવશે.

જૂનાગઢમાં વિજય રુપાણી વિકાસના કામોનું કરશે લોકાર્પણ

આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના પ્રધાનો જયેશ રાદડિયા, જવાહર ચાવડા અને વિભાવરીબેન દવે હાજરી આપશે.

ABOUT THE AUTHOR

...view details