- સરકારી કચેરીઓ પાસેથી અંદાજિત બે કરોડનો ટેક્સ વસૂલવાની બાકી
- જૂનાગઢ મનપાને હાઉસ ટેક્સમાંથી થતી હોય છે સ્વભંડોળની આવક
- સરકારી નિયમ પ્રમાણે ટેક્સની ચુકવણી થતી હોય છે ગ્રાન્ટની રકમમાંથી
જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં આવેલી સરકારી કચેરીઓના હાઉસ ટેક્સ ચૂકવવાનું બાકી - જૂનાગઢ જિલ્લા કલેકટર કચેરી
જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં આવેલી સરકારી કચેરીઓ દ્વારા વર્ષ 2020 નો હાઉસ ટેક્સ અંદાજિત 2 કરોડ કરતાં વધુનો બાકી હોવાને લઈને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટેકસની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા જે તે સરકારી કચેરીને ગ્રાન્ટ ફાળવવામાં આવશે. તેમાંથી નિયમ મુજબ રકમ જૂનાગઢ મનપાના ખાતામાં આપોઆપ જમા થતી હોય છે.
જૂનાગઢ : મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવેલી વિવિધ સરકારી કચેરીઓનો હાઉસ ટેક્સ ચૂકવવાનું બાકી રહેતા જૂનાગઢ મનપાની તિજોરીમાં અંદાજિત 2 કરોડ જેટલો ટેક્સ વસૂલવાનો બાકી રહી ગયો છે. દર વર્ષ મુજબ સરકાર દ્વારા તેમના હસ્તકના વિભાગોને નાણાંકીય વર્ષની ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે. તેમાંથી ટેક્સ અને અન્ય કરવેરાની રકમ નિયમ મુજબ દર વર્ષે ભરવામાં આવતી હોય છે. તે મુજબ સરકારમાંથી જે તે વિભાગની ગ્રાન્ટ આવશે તે મુજબ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનને તે આપોઆપ ટ્રાન્સફર કરી આપવામાં આવે તેવી વ્યવસ્થા વર્ષોથી જોવા મળે છે.