- ગિરનારના ઉત્પત્તિના સમય પછી હજારો વર્ષ બાદ પગથિયાનું નિર્માણ થયું
- વર્ષ 1889 ની આઠમી ઓગસ્ટે ગિરનાર લોટરીનો પ્રથમ ડ્રો કરાયો
- 1889માં પગથિયા બનાવવાની કામગીરીનો થયો હતો પ્રારંભ
ગીરનાર પર્વતના પગઠિયાનો જાણો ઐતિહાસિક ઈતિહાસ
જૂનાગઢઃ ગિરનાર પર્વત જેટલો પૌરાણિક છે, તેટલો જ પૌરાણિક અને ઐતિહાસિક ઇતિહાસ તેના પર બનાવવામાં આવેલા પગથિયાનો પણ જોવા મળે છે. ગિરનારના ઉત્પત્તિના સમય પછી હજારો વર્ષ બાદ પગથિયાનું નિર્માણ થયુ હશે તેવું આપણે ચોક્કસ કહી શકીએ. મધ્યકાલીન સમયની વાત કરીએ તો હિમાલયના દાદા ગુરુ તરીકે ઓળખાતા ગિરનાર પર્વત પર માત્ર કેડીઓ જોવા મળતી હતી. પ્રથમ સોલંકી કાળમાં જૈન રાજવી કુમારપાળે જટાશંકર મહાદેવ નજીકથી ગિરનાર પર્વત પર ચડવાની સીડીઓ બનાવી હતી. તેમ ઇતિહાસના ચોપડે આજે પણ જોવા મળે છે. જૂનાગઢના નવાબ રસુલખાને હાલની જે સીડીઓ ગિરનાર પર્વત પર જોવા મળી રહી છે, તેની ભૂમિકા તૈયાર કરી હોવાનું માનવામાં આવે છે. રસુલખાને હરિદાસ દેસાઇને ગિરનારની સીડી બનાવવાની જવાબદારી સોંપી હતી. જેને લઇને હરિદાસ દેસાઈએ ગિરનારની સીડી બનાવવા માટે સૌ પ્રથમ વખત જૂનાગઢમાં ગિરનાર લોટરીની યોજના અમલમાં મૂકી હતી.
ગીરનાર પર્વતના પગઠિયાનો જાણો ઐતિહાસિક ઈતિહાસ પગથિયા બનાવવાની યોજના અંગેની પ્રથમ મીટિંગ વર્ષ 1889માં મળી
વર્ષ 1889ની આઠમી ઓગસ્ટે ગિરનાર લોટરીનો પ્રથમ ડ્રો રાખવામાં આવ્યો હતો, ત્યારબાદ ગિરનારના પગથિયાનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતુ. ગિરનાર પર્વત પર સીડી અને પગથિયા બનાવવાની યોજના અંગેની પ્રથમ મીટિંગ વર્ષ 1889માં મળી હતી. ત્યારબાદ 1889માં પગથિયા બનાવવાની કામગીરીનો પ્રારંભ થયો હતો. અંદાજીત પાંચ વર્ષના સમયગાળા બાદ વર્ષ 1894માં ગિરનાર તળેટીથી અંબાજી મંદિર સુધીના પગથિયા બનાવી આપવામાં જે તે સમયના રજવાડા અને શાસકોને સફળતા મળી હતી. આ સીડી બનીને આજે 126 વર્ષ કરતા વધુનો સમય વીતી ચૂક્યો છે, ત્યારે હવે આ સીડીના નવીનીકરણ માટે પણ વિચાર કરવામાં આવ્યો છે. વર્ષ 1999માં યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ગિરનાર પ્રોજેક્ટને હાથ પર લેવામાં આવ્યો છે, જે અંતર્ગત ગિરનાર પર્વત પરની સીડીઓનું નવીનીકરણ કરવાની દિશામાં વિચાર કરવામાં આવ્યો છે. તેમજ આ વિસ્તારમાં યાત્રિકોને જરૂરી સુવિધાઓ મળી રહે તે માટે પણ આયોજન કરવાનો વિચાર કરવામાં આવ્યો છે. યાત્રાધામ વિકાસ બોર્ડને જો આમાં સફળતા મળશે તો 126 વર્ષ બાદ ફરીથી ગિરનારની સીડીઓનું નવીનીકરણ હાથ ધરવામાં આવશે.
ગીરનાર પર્વતના પગઠિયાનો જાણો ઐતિહાસિક ઈતિહાસ ગીરનાર પર્વત પર 9999 પગથિયા છે
હવે જ્યારે શનિવારે એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપ વે રાષ્ટ્રને સમર્પિત થવા જઇ રહ્યો છે, ત્યારે ગિરનારની સાથે જેનો સદાય ઉલ્લેખ કરવામાં આવે છે, તેવા 9,999 પગથિયા પણ ઐતિહાસિક બનવા તરફ એક ડગ આગળ જઈ રહ્યા છે. રોપવે શરૂ થવાને કારણે કેટલાક યાત્રિકો પગથિયાથી ગિરનાર ચડવાનું ટાળશે, પરંતુ યાત્રાધામનું મહત્વ જે રસ્તાઓ પર કંડારાયેલું હોય છે, તેવા માર્ગોપર યાત્રાને વધુ ધાર્મિક માનવામાં આવે છે કે આગામી સમયમાં યાત્રિકો રોપ-વે મારફતે અંબાજી દર્શનાર્થે જશે. જો કે તેમ છતા ગિરનારના પગથિયા તેમનો ધાર્મિક અને ઐતિહાસિક વારસો ચોક્કસ જાળવી રાખશે.
ગીરનાર પર્વતના પગઠિયાનો જાણો ઐતિહાસિક ઈતિહાસ