જૂનાગઢ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક જૂનાગઢ મનપાના સભાખંડમાં યોજવામાં આવી હતી. જેમાં જૂનાગઢ મનપા વિસ્તારમાં આગામી 30 વર્ષને ધ્યાને લઇને વિકાસના વિવિધ કામોને રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં આ તમામ કામોને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોએ સર્વાનુમતે બહાલી આપતા મંજૂર કરવામાં આવ્યા હતા. આજે મંજૂર થયેલા મહત્વના અને જૂનાગઢ શહેર માટે મહત્વકાંક્ષી એવી ભૂગર્ભ ગટર યોજનાને મંજૂરી મળતા આગામી દિવસોમાં સમગ્ર જૂનાગઢ મહાનગર ભૂગર્ભ ગટર યોજના તળે આવરી લેવામાં આવશે.
જૂનાગઢમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક, 250 કરોડને ખર્ચે બનશે ભૂગર્ભ ગટર - જૂનાગઢમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક
જૂનાગઢઃ સોમવારે જૂનાગઢ મનપાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠક મળી હતી. આ બેઠકમાં અંદાજીત 250 કરોડ કરતા વધુના ખર્ચે સમગ્ર જૂનાગઢ મનપા વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી કરવાની વાત કરવામાં આવશે. જે અંગે સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોએ સર્વાનુમતે બહાલ કરવામાં આવતા આગામી દિવસોમાં જૂનાગઢમાં ભૂગર્ભ ગટર યોજના શાકાર બનતી જોવા મળશે.
મનપા વિસ્તારમાં આગામી 30 વર્ષના આયોજનને ધ્યાને રાખીને અંદાજીત 250 કરોડ કરતાં વધુના ખર્ચે ભૂગર્ભ ગટર યોજનાનું કામ હાથ ધરવામાં આવશે. જૂનાગઢ મહાનગર નવાબી કાળની બાંધણી ધરાવતું શહેર છે. જેમાં ગટર વ્યવસ્થા પણ હજુ જૂની વ્યવસ્થા પ્રમાણે જોવા મળી રહી છે. જેને કારણે ગટર ભરાઇ જવાની સમસ્યાઓ અવાર-નવાર ઉદ્ભવતી જોવા મળતી હતી. પરંતુ હવે જ્યારે સમગ્ર જૂનાગઢ મહાનગરના તમામ 15 વોર્ડમાં ગટર યોજનાનું કામ હાથ ધરવામાં આવશે. ત્યારે એમ કહી શકાય કે નવાબી કાળથી જે ગટર સમસ્યાઓનો સામનો જૂનાગઢવાસીઓ કરી રહ્યા હતા. તેમાંથી હવે મુક્તિ મળશે તેવું લાગી રહ્યું છે.