જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આત્રોલી ગામમાં છેલ્લા એક વર્ષથી પીવાના પાણીને લઈને ગામલોકો ભારે હાડમારી ભોગવી રહ્યા છે. પીવાની સાથે પશુધન માટે પણ પાણી પૂરું પાડવું યુદ્ધના સામના કરવા સમાન આજે દેખાઈ રહ્યું છે. પૂરતું પીવાનું પાણી ન મળતા ગામલોકો એ સરપંચને રજૂઆત કરી હતી, પરંતુ પાઇપલાઇનમાંથી ઉપરવાસમાં થતી પાણી ચોરી અને સરકાર દ્વારા પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં ન મળતા ગામલોકોને જરૂરિયાત મુજબનું પાણી પૂરું પાડવું મુશ્કેલ બની રહ્યું છે.
જૂનાગઢના આત્રોલી ગામે પીવાના પાણીને નામે આવી રહ્યું ક્ષારયુક્ત પાણી... - MANGROL
જૂનાગઢઃ માંગરોળ તાલુકાના આત્રોલી ગામમાં પીવાના પાણીને લઈને ઉઠ્યો પોકાર,પશુધન માટે પૂરતું પાણી ન મળતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે ગામના સરપંચને રજૂઆત કરતા છતાં પણ પીવાના પાણીની કોઈ વ્યસ્થાઓ નહીં થતા ગામલોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જ્યારે આ આંત્રોલી ગામ દરીયા કીનારાનું ગામ આવ્યું છે. જયાં કુવામાં ખારા પાણી હોવાથી ગ્રામજનો તેમજ પશુઓને આ ક્ષારયુકત પાણીથી અનેક પ્રકારના રોગનો શિકાર બનવું પડે છે.
હાલ ગરમી ધીમે-ધીમે વધી રહી છે, ત્યારે ગામલોકોની સાથે પશુઓમાં પણ પાણીની માંગ વધી રહી છે, પરંતુ પાણીનો જથ્થો મર્યાદિત અને અપૂરતો હોવાને કારણે ગામલોકો પીવાના પાણી માટે ઠેર-ઠેર ભટકી રહ્યા છે. આત્રોલી ગામના સરપંચ દ્વારા લોકોને પડતી મુશ્કેલીનો સ્વીકાર કરીને ગામમાં પૂરતું પાણી નથી મળી રહ્યું, તેને લઈને અનેક વખત સરકારને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં પણ સરકારી તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાતા નથી વધુમાં તેમને જણાવ્યું કે, આ વિસ્તારમાં પાણીના ગેરકાયદે જે કનેકશન છે તેને બંધ નહિ કરવામાં આવે ત્યાં સુધી આત્રોલી ગામને પૂરતું પાણી ફાળવી શકવામાં તેઓ અસમર્થ છે .