ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢના વાતાવરણમાં પલટો, વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ

જૂનાગઢ શહેરના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. રવિવારે સાંજે વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. દામોદર કુંડમાં પણ પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો. વરસાદ પડવાથી વાતાવરણ ઠંડક ભર્યું બન્યુ છે.

Heavy rains in Junagadh
જૂનાગઢના વાતાવરણમાં અચાનક પલટો

By

Published : Oct 19, 2020, 8:21 AM IST

  • જૂનાગઢના વાતાવરણમાં અચાનક પલટો
  • હવામાન વિભાગે વ્યક્ત કરેલી આગાહી મુજબ થયો વરસાદ
  • દામોદર કુંડમાં પાણીનો પ્રવાહ વહેતો થયો

જૂનાગઢ : શહેરમાં રવિવારના સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો અને વીજળીના ભારે કડાકા ભડાકા સાથે જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. વરસાદને કારણે સમગ્ર શહેર પાણી પાણી થઇ ગયું હતું. તો ગિરનાર પર્વત પર પડેલા ભારે વરસાદને કારણે દામોદર કુંડમાં પણ પાણીનો પ્રવાહ વહેતો જોવા મળ્યો હતો.

જૂનાગઢના વાતાવરણમાં અચાનક પલટો, વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ
હવામાન વિભાગની આગાહીજૂનાગઢ હવામાન વિભાગે આગામી તા. 16 થી 21 સુધીમાં જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે કેટલાંક વિસ્તારમાં અને ખાસ કરીને દરિયાઇ પટ્ટીના ગામો અને જિલ્લામાં ધોધમાર વરસાદ થવાની આશંકાઓ વ્યક્ત કરી હતી. જે આજે પુરવાર થતી હોય તે પ્રકારે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.

ખેતીના પાકોને નુકસાનની શક્યતા

હવામાન વિભાગે જે પ્રકારે આગાહી કરી હતી તે મુજબ ધોધમાર વરસાદ પડ્યો છે. જેને કારણે ખેતીના પાકને ખૂબ જ નુકસાન થવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી. અચાનક પડેલા ધોધમાર વરસાદને કારણે કેટલાક ખેડૂતોનો મગફળી અને કપાસનો પાક વરસાદે બગાડયો હશે તેવું વરસાદની તીવ્રતા અને સમયને અનુલક્ષીને ચોક્કસ માની શકાય તેમ છે.

ABOUT THE AUTHOR

...view details