ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં ગરકાવ - જૂનાગઢમાં કમોસમી વરસાદ

જૂનાગઢઃ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. આજે બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવતાં ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે ખેડૂતો ચિંતામાં સરી પડ્યાં હતા. કારણે કે, અગાઉ થયેલા કમોસમી વરસાદમાં થયેલાં પાકના નુકસાનની ભરપાઈ થઈ નથી, ત્યાં તો ફરી એકવાર કમોસમી વરસાદના કારણે ખેડૂતો આર્થિક બોજા હેઠળ દબાઈ ગયા છે.

કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં ગરકાવ

By

Published : Nov 14, 2019, 4:54 PM IST

જિલ્લાભરમાં ભારે વરસાદના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ખેડૂતોને આ વરસાદની માર વેઠવી પડી રહી છે. કારણ કે, થોડા સમય પહેલા જ ખેડૂતોને કમોસમી વરસાદના કારણે મગફળી અને કપાસના પાકમાં ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો. જે હજુ ભરપાઈ પણ નથી થઈ, ત્યાં તો ફરી એકવાર કમોસમી વરસાદના કારણે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં ગરકાવ

આમ, કમોસમી વરસાદના કારણે ખેડૂતોની સ્થિતી પડ્યાં પર પાટુ મારવા જેવી થઈ છે. જેથી ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે. તેઓ સરકાર પાસે મદદ માગી રહ્યાં છે. સામે સરકારે પણ આર્થિક સહાયનો દાવો કર્યો છે. પરંતુ, ખેડૂતોમાં તેને લઈ ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details