ગુજરાત

gujarat

ETV Bharat / state

Swaminarayan Temple: આજે હરિકૃષ્ણ મહારાજનો 163મો પાટોત્સવ, હરિભક્તોએ કર્યા મહારાજનાં દર્શન

જૂનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં શ્રી હરિકૃષ્ણ મહારાજના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોટી સંખ્યામાં હરિભક્તોએ મહારાજના દર્શન કર્યા હતા.

Swaminarayan Temple: આજે હરિકૃષ્ણ મહારાજનો 163મો પાટોત્સવ, હરિભક્તોએ કર્યા મહારાજનાં દર્શન
Swaminarayan Temple: આજે હરિકૃષ્ણ મહારાજનો 163મો પાટોત્સવ, હરિભક્તોએ કર્યા મહારાજનાં દર્શન

By

Published : Mar 9, 2023, 2:52 PM IST

મંગળા આરતી, 56 ભોગ અને અભિષેકનું આયોજન

જૂનાગઢઃભગવાન સ્વામિનારાયણના અવતાર સમાન શ્રી હરિકૃષ્ણ મહારાજનો આજે પાટોત્સવ છે. ત્યારે આ માટે મુખ્ય સ્વામિનારાયણ મંદિર જવાહર રોડ જુનાગઢ ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સદગુરૂ ગુણાતીતાનંદ સ્વામીના સંકલ્પથી ભગવાન સ્વામિનારાયણના અવતાર સમાન હરિકૃષ્ણ મહારાજને આજથી 163 વર્ષ પૂર્વે સંકલ્પ બાદ પધરામણી કરવામાં આવી હતી, જેનો આજે પાટોત્સવ મનાવવામાં આવી રહ્યો છે.

ભક્તોની ભીડ

આ પણ વાંચોઃShikshapatri janma jayanti: જીવન જીવવાની શીખ આપતી શિક્ષાપત્રીની 192મી જયંતિ, 212 શ્લોક

હરિકૃષ્ણ મહારાજનો આજે 163મો પાટોત્સવઃભગવાન સ્વામિનારાયણના અવતાર સમાન હરિકૃષ્ણ મહારાજનો આજે 163મો પાટોત્સવ સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં ઉજવવામાં આવી રહ્યો છે, જેના હરિભક્તો દર્શન કરીને હરીમય બની રહ્યા છે. આજથી 163 વર્ષ પૂર્વે કોઠારી સ્વામી રઘુવીર મહારાજના હસ્તે હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી, જેને આજે 163 વર્ષ પૂર્ણ થયા છે. તેના જ ઉપલક્ષ્યમાં આજે પાટોત્સવ ઉજવવામાં આવ્યો છે. અહીં વહેલી સવારથી જ મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરીને પાટોત્સવની ઉજવણી આજે સમગ્ર દિવસ દરમિયાન થતી જોવા મળશે.

શ્રી હરિકૃષ્ણ મહારાજના પાટોત્સવની ઉજવણી

મંગળા આરતી, 56 ભોગ અને અભિષેકનું આયોજનઃહરિકૃષ્ણ મહારાજના 163મા પાટોત્સવ નિમિત્તે આજે સ્વામિનારાયણ મંદિરમાં મંગળા આરતી, છપ્પન ભોગ અને અભિષેકનું આયોજન કરવામાં આવ્યું છે. આજના દિવસે રાધા રમણ દેવ રણછોડરાય અને ત્રિકમરાયજી તેમ જ સિદ્ધેશ્વર મહાદેવને વિશેષ અભિષેક, પૂજા અર્પણ કરીને પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે. આજના દિવસે હરિભક્તો દર્શન કરીને પોતાની જાતને હરીમય બનાવી રહ્યા છે. તો ફાગણ વદ બીજના દિવસે હરિકૃષ્ણ મહારાજની જૂનાગઢ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

ભગવાનને ધરાવાયો છપ્પન ભોગ

આ પણ વાંચોઃHoli 2023: વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં રંગોત્સવની કરાઈ ભવ્ય ઉજવણી

વિવિધ પૂજા અને ભોજન પ્રસાદનું આયોજનઃહરિકૃષ્ણ મહારાજના પાટોત્સવ પ્રસંગે આજે મુખ્ય મંદિર જવાહર રોડ સ્વામિનારાયણ ખાતે વિશેષ ભોજન પ્રસાદની સાથે સભા અને કથા વાર્તાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પણ સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંતના સ્વામિનારાયણ સંપ્રદાયના અગ્રણી સંતો પણ હાજરી આપશે. આજે સમગ્ર દિવસ પર મંદિર પરિસરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. આમાં પણ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી આવેલા હરિભક્તો સહભાગી બનીને ભગવાન સ્વામિનારાયણના અવતાર સમાન હરિકૃષ્ણ મહારાજના પાટોત્સવની ઉજવણીમાં સામેલ થશે.

ABOUT THE AUTHOR

...view details