ગુજરાત

gujarat

ETV Bharat / state

Happy Makar Sankranti 2022: હિન્દુ ધર્મ મુજબ જાણો ઉત્તરાયણના તહેવારની વિશેષતા - Happy Uttarayan 2022

હિન્દુ ધર્મના મોટાભાગના તહેવારો હિન્દુ કેલેન્ડર અને તેમાં દર્શાવ્યા મુજબ તિથિઓને આધીન આવતા હોય છે પરંતુ હિંદુ ધર્મનો એકમાત્ર તહેવાર ઉત્તરાયણ (Happy Makar Sankranti 2022) અંગ્રેજી કેલેન્ડર અને તારીખ મુજબ આવતો હોય છે. તેમજ ઉત્તરાયણના તહેવાર પર હિન્દુ ધર્મમાં દાન, પુજાનું વિશેષ મહત્વ હોય છે. આ ઉપરાંત ઉત્તરાયણના પર્વ પર કઈ કઈ બાબતનો (According to Hinduism Makar Sankranti) સમાવેશ થાય છે. તે બાબતે વાંચો ઉત્તરાયણ વિશેષ અહેવાલ...!

Happy Makar Sankranti 2022 : હિન્દુ ધર્મ મુજબ જાણો ઉતરાયણ તહેવારની વિશેષતા
Happy Makar Sankranti 2022 : હિન્દુ ધર્મ મુજબ જાણો ઉતરાયણ તહેવારની વિશેષતા

By

Published : Jan 14, 2022, 9:40 AM IST

Updated : Jan 14, 2022, 3:18 PM IST

જૂનાગઢઃ હિંદુ ધર્મનો એકમાત્ર તહેવાર ઉત્તરાયણ અંગ્રેજી કેલેન્ડર અને તારીખ મુજબ આવતો હોય છે. આ સિવાય હિન્દુ ધર્મના તમામ તહેવારો હિન્દુ કેલેન્ડર(According to Hinduism Makar Sankranti) મુજબ તિથિ અને તારીખ મુજબ આવતા હોય છે .અને તેની ઉજવણી પર તિથિ આધારિત થતી હોય છે. ત્યારે એકમાત્ર ઉતરાયણનો તહેવાર અંગ્રેજી કેલેન્ડર અને તારીખ મુજબ નક્ષત્ર અને રાશિઓનો સંયોગ થવાને કારણે દર વર્ષે 14મી જાન્યુઆરીના(January 14th Festival in india) દિવસે આવે છે.

ઉતરાયણનો એકમાત્ર તહેવાર અંગ્રેજી વર્ષ અને તારીખ મુજબ

હિન્દુ ધર્મ મુજબ ઉતરાયણ તહેવાર

હિન્દુ ધર્મના મોટાભાગના તહેવારો હિન્દુ કેલેન્ડર અને તેમાં દર્શાવ્યા મુજબ તિથિઓને આધીન આવતા હોય છે. તેમજ તિથિઓને આધીન જ તેની ઉજવણી થતી હોય છે. પરંતુ હિંદુ ધર્મનો એક માત્ર તહેવાર ઉત્તરાયણ(Happy Makar Sankranti 2022) અંગ્રેજી તારીખ અને કેલેન્ડર મુજબ આવે છે. અને તેની ઉજવણી પણ તે મુજબ કરવામાં આવે છે. દર વર્ષે 14મી જાન્યુઆરીના દિવસે ઉત્તરાયણનો તહેવાર મનાવવામાં આવે છે. જેને એક સંયોગ માનવામાં આવે છે એટલા માટે કે 14મી જાન્યુઆરીના દિવસે નક્ષત્ર રાશિ અને તારીખનો સુમેળભર્યો સંયોગ રચાઈ છે. જેને કારણે દર વર્ષે મકરસંક્રાંતિનો તહેવાર 14મી જાન્યુઆરીએ(Importance of Makar Sankranti) ઉજવવામાં આવે છે.

ભારતમાં બાર મહિના જોવા મળે છે તહેવારોનું વાતાવરણ

ભારતને ધાર્મિક અને ઉત્સવપ્રિય દેશ તરીકે સમગ્ર વિશ્વમાં ઓળખવામાં આવે છે. ધાર્મિક તહેવારો અને ઉત્સવો દ્વારા પ્રત્યેક વ્યક્તિમાં નવી પ્રેરણાનો સંચય થાય તે માટે તહેવારોનું આયોજન હિન્દુ કેલેન્ડર(Uttarayan 2022 Gujarat) મુજબ થયું છે. અને તે મુજબ તેની ઉજવણી પણ આદી અનાદી કાળથી થતી આવી છે. ત્યારે 14મી જાન્યુઆરીના દિવસે સૂર્ય(Sun on the day of Makar Sankranti) મકર રાશિમાં પ્રવેશ કરે છે જેથી તેને સંક્રાંત તરીકે પણ ઉજવવામાં આવે છે. આજના દિવસે સૂર્ય દક્ષિણ દિશા તરફથી ઉત્તર દિશામાં ગતિ કરતો જોવા મળે છે.

ઉતરાયણના દિવસે દાન કરવાનું વિશેષ મહત્વ

સનાતન હિન્દુ ધર્મગ્રંથોમાં ઉતરાયણ એટલે કે મકરસંક્રાંતિના દિવસે તલ અને ગોળનું દાન(Importance of Donation on Makar Sankranti) કરવાનું વિશેષ મહત્વ આપણા હિન્દુ ધર્મગ્રંથોમાં બતાવવામાં આવ્યું છે. સંક્રાંતિના દિવસે લોકો તલ અને ગોળનું દાન કરતા હોય છે. સાથે સાથે આજના દિવસે પ્રત્યેક વ્યક્તિ તેની જન્મની રાશિ અનુસાર પણ દાન કરે તો તેને શુભ ફળ પ્રાપ્ત થતું હોય છે. જેને કારણે પણ મકરસંક્રાંતિને દાનના તહેવાર તરીકે પણ હિન્દુ ધર્મમાં ઉજવવામાં આવે છે. સંક્રાંતિના દિવસે રંગબેરંગી પતંગ ચગાવવાનું પણ મહત્વ છે આજના દિવસે રંગબેરંગી પતંગો આકાશ તરફ ચડાવીને પ્રત્યેક વ્યક્તિ પરમ કૃપાળુ પરમાત્માના શુભ આશિષ તેમના અને તેમના પરિવારને પ્રાપ્ત થાય તેને લઈને પણ મકરસંક્રાંતિનું(Happy Uttarayan 2022) મહત્વ જોવા મળે છે.

આ પણ વાંચોઃ Makar Sankranti 2022: જો તમને પતંગ ચગાવવી છે પરંતુ આવડતું નથી, તો જાણી લો આ સરળ રીત

આ પણ વાંચોઃ Makar Sankranti 2022 : જાણો, મકરસંક્રાંતિના દિવસે ગાયની પૂજા અને તેના દાનનું ધાર્મિક મહત્વ

Last Updated : Jan 14, 2022, 3:18 PM IST

ABOUT THE AUTHOR

...view details