11 મુખી હનુમાનજીના દર્શનનું મહત્ત્વ જૂનાગઢ : હનુમાનજી મહારાજને દેવાધિદેવ મહાદેવના રુદ્ર અવતાર તરીકે સનાતન ધર્મ સંસ્કૃતિમાં પૂજવામાં આવે છે. ત્યારે 11 મુખી હનુમાનજીના દર્શન કરવાથી શિવના રુદ્ર સમાન હનુમાનજી મહારાજ પ્રત્યેક ભક્તોના તમામ પ્રકારના કષ્ટોમાંથી મુક્તિ અપાવતા હોય છે. હનુમાનજી મહારાજના 11 મુખી હનુમાનજી પ્રસંગને રામાયણ સાથે પણ સીધો સંબંધ જોવા મળે છે. જેથી 11 મુખી હનુમાનજીના દર્શન વિશેષ પુણ્યશાળી માનવામાં આવે છે.
11 મુખ ધરાવતા હનુમાનજી મહારાજના દર્શન : શિવના રુદ્ર અવતાર સમાન 11 મુખી હનુમાનજી મહારાજ હનુમાનજી મહારાજને શિવના રુદ્ર અવતાર પ્રમાણે સનાતન ધર્મ સંસ્કૃતિમાં પૂજવામાં આવે છે. ત્યારે હનુમાનજી મહારાજના અનેક પ્રકારે દર્શન શુભ મનાય છે. 11 મુખ ધરાવતા હનુમાનજી મહારાજના દર્શન સૌથી વિશેષ મનાય છે સનાતન ધર્મ સંસ્કૃતિ મુજબ એક સાથે 11 મુખ ધરાવતા હનુમાનજી મહારાજના દર્શન માત્ર કરવાથી તમામ ભક્તોના કષ્ટોનું નિવારણ હનુમાનજી મહારાજ કરતા હોય છે.
આ પણ વાંચો Hanuman Darshan: શિવના 11માં રુદ્ર અવતાર સમાન 11મુખી હનુમાનના દર્શન કરવાથી મળે છે તમામ કષ્ટોમાંથી મુક્તિ
રામાયણ સાથે સંબંધ : જૂનાગઢના ભવનાથમાં આવેલા 11 મુખી હનુમાનજી મહારાજના દર્શન કરીને ભાવિ ભક્તો કષ્ટભંજન દેવની કૃપા પ્રાપ્ત કરતા હોય છે. આ હનુમાનજી મહારાજ 11 મુખી હોવાને રામાયણ સાથે પણ સીધો સંબંધ ધરાવે છે. માતા સીતાનું રાવણ દ્વારા અપહરણ થયા બાદ હનુમાનજી મહારાજ તેમને રાવણની ચુંગાલમાંથી મુક્ત કરાવવા માટે લંકા પહોંચે છે તેની સાથે 11 મુખી હનુમાનજી મહારાજનો સંબંધ જોડાયેલો છે.
10 મુખ ધરાવતા રાવણને પરાજિત કરવા ધર્યું રૂપ : રાવણને પ્રખર ધાર્મિક અને યજ્ઞમાં દેવતાઓને પ્રસન્ન કરનાર રાક્ષસી કુળના સૌથી શક્તિશાળી વ્યક્તિ તરીકે માનવામાં આવતો હતો. મહાદેવની કઠોર તપસ્ચર્યા અને કમળ પૂજા કરવામા વ્યસ્ત હતો. રાવણની ખૂબ જ આકરી તપસ્ચર્યા અને કમળ પૂજા બાદ પણ મહાદેવ રાવણ પર પ્રસન્ન થતા ન હતાં. ત્યારે રાવણે યજ્ઞના અંતે પોતાનુ મસ્તક ધડથી અલગ કરવાની તૈયારી બતાવીને કમળ પૂજા પૂર્ણ કરવાનો પ્રયાસ કર્યો. ત્યારે મહાદેવ રાવણ પર પ્રસન્ન થયા અને રાવણને વચન આપવા માટે પ્રતિબધ્ધ થયા. રાવણે કઠોર તપસ્ચર્યા અને કમળ પૂજા બાદ મહાદેવ પાસેથી એક ધડ અને 10 માથાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આ 10 માથાનો શિરચ્છેદ કરીને કોઈ પણ શક્તિશાળી વ્યક્તિ તેનો વધ ન કરી શકે તેવું વચન મહાદેવ પાસેથી પ્રાપ્ત કરીને રાવણ દશાનન તરીકે ઓળખાતો થયો.
આ પણ વાંચો Hanuman Jayanti : હનુમાન જયંતીના પર્વ પર 4,500 કિલોનો એક જ લાડુ, વસ્તુ કોણ આપી ગયું ખબર નથી!
રાવણ વધ માટે હનુમાનજીએ 11 મુખ કર્યા : રાવણનો વધ થાય તે માટે હનુમાનજી મહારાજ 11 મુખ ધારણ કરીને સીતા માતાને રાવણની ચુંગાલમાંથી મુક્ત કરવાને લઈને શિવના રુદ્ર અવતાર સમાન હનુમાનજી મહારાજે આ રૂપ ધારણ કર્યું હતું. હનુમાનજી મહારાજના આ રુપને કારણે રાવણનો વધ નિશ્ચિત થયો હતો. આસુરી શક્તિ ઉપર દેવી શક્તિનો વિજય થવાની સાથે પણ હનુમાનજી મહારાજના 11 મુખ ધારણ કરવાની ઘટનાને સનાતન ધર્મ સંસ્કૃતિમાં પણ ઉલ્લેખ કરાયો છે.
હનુમાનજીના 11 મુખના સ્વરૂપ : કયા હનુમાનજી મહારાજના 11 મુખના સ્વરૂપો અહીં દર્શાવવામાં આવ્યા છે. પૂર્વ સ્વરૂપ વાનર સ્વરૂપ અગ્નિ પરશુરામ સ્વરૂપ દક્ષિણ નરસિંહ સ્વરૂપ નૈઋત્ય ગણપતિ સ્વરૂપ પશ્ચિમ ગરુડ સ્વરૂપ વાયવ્ય ભૈરવ સ્વરૂપ ઉત્તર વરાહ સ્વરૂપ ઈશાન રુદ્ર સ્વરૂપ ઉદ્ધવ હયગ્રિવ સ્વરૂપ અધ શેષનાગ સ્વરૂપ અને સર્વત્ર રામ મુખ સ્વરૂપે હનુમાનજી મહારાજના 11 મુખની પૂજા થઈ રહી છે. જેને શિવના 11માં રુદ્ર અવતાર તરીકે પણ સનાતન ધર્મ સંસ્કૃતિમાં પૂજવામાં આવે છે.
હનુમાનજીના 11 મુખની પૂજાનું ફળ : હનુમાનજી મહારાજના વાનર સ્વરૂપની પૂજન કરવાથી બજરંગ બલી ભક્તોના શત્રુઓનો નાશ કરે છે અને દુશ્મનોની હાર થાય છે. ગરુડ સ્વરૂપ હનુમાનજી મહારાજની પૂજા કરવાથી જીવનમાં ઉચ્ચ ઉડાન અને તટસ્થ લક્ષ પ્રાપ્ત કરવામાં સરળતા રહે છે. ગરુડ વિષ્ણુનું વાહન એટલે અમરત્વનું પ્રતીક પણ છે. જેથી ગરુડ સ્વરૂપ હનુમાનજી મહારાજની પૂજા કરવાથી અમરત્વ પ્રાપ્ત થતું હોય છે
ઉત્તરમુખી હનુમાનજીનુ સ્વરૂપ : આ ખૂબ શુભ અને કલ્યાણકારી તેમજ મંગલકારી સ્વરૂપ માનવામાં આવે છે. ઉત્તરમુખી સ્વરૂપના હનુમાનજીના પૂજનથી ધન સંપત્તિ અને પ્રતિષ્ઠાની સાથે લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે. હનુમાનજીના ઉધ્વ્રૅ મુખ સ્વરૂપના દર્શન અને પૂજન કરવાથી દુશ્મનો અને સંકટો દૂર થાય છે. દૈત્ય સહાર કર્યો એટલે જીવનમાં આવેલા દોષો દૂર થાય છે એવું ઉદ્ધવ મુખ સ્વરૂપ માનવામાં આવે છે.
ડર ચિંતા અને પરેશાની દૂર કરશે નૃસિંહ અવતાર : સ્વરૂપ હનુમાનજી મહારાજના નૃસિંહ સ્વરૂપ અવતારના પૂજન અને દર્શન કરવાથી ડર ચિંતા અને પરેશાનીથી પ્રત્યેક હનુમાન ભક્તને છુટકારો મળતો હોય છે મનોસ્થિતિ પણ શાંત બને છે. .જીવનમાં નવા માર્ગો ઉપર સફળ થવાના સંકેત નૃસિંહ સ્વરૂપ હનુમાનજી ના દર્શન કરવાથી પ્રાપ્ત થાય છે. રામમુખ સ્વરૂપના દર્શન કરવાથી પણ ખૂબ પ્રાપ્ત થતો હોય છે. રામ અત્ર તત્ર સર્વ વ્યાપેલા છે. એટલે રામ સ્વરૂપના દર્શન અને પૂજનથી સંસારમાં રહેવા છતાં પણ ભગવાનમય જીવન જીવવાનો સંદેશો મળે છે. નાના-મોટા દરેક કાર્યમાં રામ સ્વરૂપ ભગવાન તત્ત્વનું દર્શન પણ રામમુખ સ્વરૂપ હનુમાનજીના દર્શન કરવાથી પ્રાપ્ત થાય છે.
શેષનાગ અને ગણેશ સ્વરૂપના દર્શન :હનુમાનજી મહારાજના શેષનાગ સ્વરૂપે દર્શન કરવાથી ભક્ત પોતાના પર રહેલો ભાર શ્રી ચરણોમાં અર્પણ કરવાથી તેઓ ભારવિહિન જોવા મળે છે. રુદ્ર સ્વરૂપના દર્શન કરવાથી હનુમાનજી દાદા તરત પ્રસન્ન થાય છે. કેમકે ભગવાન આશુતોષનો 11 મા સ્વરૂપ તરીકે રુદ્ર અવતાર હનુમાનજી મહારાજને માનવામાં આવે છે. ભૈરવ સ્વરૂપ હનુમાનજીના પૂજન અને અર્ચન કરવાથી જીવનમાં આવેલા મલિન તત્વો કે મલિન શક્તિઓ દૂર કરી શકાય છે. ગણેશ સ્વરૂપ હનુમાનજી મહારાજના દર્શન અતિ પાવનકારી મનાય છે. ગણેશજી શિવજીના પુત્ર છે, જેથી સંસારમાં પુત્રના લક્ષણો આ સ્વરૂપથી પ્રાપ્ત થાય છે. હનુમાનજી મહારાજના પરશુરામ સ્વરૂપના દર્શનથી પરશુરામ જેવું બળ સાહસ પરાક્રમ ભગવાનની લીલા સમજાય છે. જેને કારણે પરશુરામ સ્વરૂપના દર્શન પણ ખૂબ જ પુણ્યકારી માનવામાં આવે છે.