મહાગુરુ ગુરુદત્ત મહારાજે બનાવ્યા 24 ગુરુ જૂનાગઢ :આજે ગુરુદત્ત જયંતિની ઉજવણી થઈ રહી છે. ત્યારે ગિરનાર પરીક્ષેત્રના અધિષ્ઠાતા દેવ તરીકે પૂજાતા ગુરુદત્ત મહારાજની પૂજા સમગ્ર વિશ્વના સાધકો મહાગુરુ તરીકે કરી રહ્યા છે. મહાગુરુ તરીકે પૂજાતા ગુરુદત્ત મહારાજે તેમના જીવન દરમિયાન 24 જેટલા ગુરુ બનાવ્યા હતા. આ તમામ ગુરુ પાસેથી જ્ઞાન અને શીખ લઈને માનવજાતના કલ્યાણ માટે ઉપદેશ પણ આપ્યો હતો.
મહાગુરુ ગુરુદત્ત મહારાજ :આજે ગુરુદત્ત જયંતિની સાધના અને ધાર્મિક ઉલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. આદીઅનાદી કાળ પૂર્વે ગીરનારના પાંચમા શિખર ખાતે ગુરુદત્ત મહારાજે ધર્મના આચરણને લઈને કઠોર સાધના કરી હતી. ત્યારથી ગીરનારના પાંચમા શિખર પર ગુરુદત્ત મહારાજની હાજરીના પ્રતિક રૂપે તેમની ચરણપાદુકાનું પૂજન થતું આવ્યું છે. ગુરુદત્ત મહારાજના સાધકો ગુરુદત્ત પ્રત્યે અનોખી શ્રદ્ધા ધરાવે છે અને તેને કારણે જ ગુરુદત્ત મહારાજને તેમના ગુરુ પણ માની રહ્યા છે.
ગુરુદત્તનો સાધનાકાળ : સમગ્ર જગત જેને ગુરુ તરીકે પૂજે છે અને જેની ચરણપાદુકાના દર્શન પણ પ્રત્યેક જીવને ઔલોકિક અનુભૂતિ કરાવી આપે એવા ગુરુદત્ત મહારાજે તેમના જીવનકાળ દરમિયાન પ્રકૃતિના પ્રાણી-પક્ષી તત્વો અને જીવો મળીને કુલ 24 જેટલા ગુરુઓને પ્રસ્થાપિત કર્યા હતા. તેમાંથી કોઈને કોઈ શીખ મેળવી માનવ કલ્યાણ અને માનવ ઉત્થાન માટે સનાતન હિન્દુ ધર્મની સ્થાપના અને તેના પ્રચાર અને પ્રસાર માટે માનવજાતને ઉપદેશ આપ્યો હતો.
સાચા ગુરુ કોણ ?ગુરુદત્ત મહારાજ તેમના સાધનાકાળ દરમિયાન જે જગ્યા પરથી શીખ મળી, તે તમામને પોતાના ગુરુ તરીકે માન્યા છે. ગુરુદત્તની માન્યતા મુજબ કોઈપણ વ્યક્તિ કે વસ્તુ આપણને સદગુણોની શિક્ષા આપે અથવા તો જીવન જીવવાની પદ્ધતિ પ્રત્યે આપણને માહિતગાર કરે તેવા તમામ લોકો ગુરુથી જરા પણ ઉતરતા નથી. જેને લઇને ગુરુદત્તે તેમના સમગ્ર સાધનાકાળ દરમિયાન ઉપયોગી બનેલા 24 જેટલા ગુરુઓને પ્રસ્થાપિત કર્યા હતા. કહેવાય છે કે 24 જેટલા ગુરુઓ આજે પણ ભવનાથ તળેટીમાં હાજરા હજૂર જોવા મળે છે.
મહાગુરુના 24 ગુરુ : ગુરુદત્ત મહારાજે શ્વાન, ગણિકા, કબુતર, સૂર્ય, વાયુ, હરણ, સમુદ્ર, પતંગિયા, હાથી, આકાશ, જળ, મધમાખી, માછલી, બાળક, કુનડ, પક્ષી, આંખ, ચંદ્રમા, કુમારિકા, તીરકામઠું બનાવનાર, સાપ, કરોળિયો, ભૃંગી કીડો, અજગર અને ભમરા સહિત પૃથ્વી પરના જીવો અને તત્વો પરથી શીખ મેળવી છે અને તેમને ગુરુ તરીકે પ્રસ્થાપિત કર્યા હતા.
- કેશોદના 252 જેટલા મહિલા અને પુરુષોએ બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો
- Junagadh News : અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરે 1100 પકવાનોનો ભરાયો અન્નકૂટ, કરો દર્શન