હૈદરાબાદ: હાલમાં ગુજરાતના જાણીતા પ્રખ્યાત કલાકાર એવા કિર્તીદાન ગઢવીનો એક લોકડાયરો ખુબજ વાયરલ થઈ રહ્યો છે. આ ડાયરો જુનાગઢમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે પોતાના શુરથી શ્રોતાજનોને તરબોડ કરી દીધા હતાં. શ્રોતા પણ તેમના શુરમાં શુર મેળવી ગઝલનો પુરે પુરો આનંદ લઈ રહ્યાં હતાં. આ ગુજરાતી ડાયરોમાં તેમણે વર્ષ 1985ની ફિલ્મ એતબારનું ખુબજ પ્રખ્યાત થયેલી ગઝલ 'કિસી નજર કે તેરા આજ ભી ઈન્તેઝાર હૈ' ગાયું હતું. જુઓ અહિં વીડિયો.
dayro In Junagadh : સિંગર કીર્તિદાન ગઢવીએ જુનાગઢમાં ગઝલ દ્વારા શ્રોતાઓને કર્યા રસતરબોળ, જુઓ અહિં વીડિયો - કિસી નજર કે તેરા આજ ભી ઈન્તેઝાર હૈ
ગુજરાતના પ્રખ્યાત કલાકારોમાંના એક મશહુર કલાકાર એટલે સિંગર કિર્તીદાન ગઢવી. જેમનો એક જુનાગઢનો લોકડાયરો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ અક ગઝલ ગાય રહ્યાં છે. આ ગુજરાતી ડાયરોમાં તેમણે વર્ષ 1985ની ફિલ્મ 'એતબાર'નું ખુબજ પ્રખ્યાત થયેલી ગઝલ 'કિસી નજર કો તેરા આજ ભી ઈન્તેઝાર હૈ' ગાયું હતું. જુઓ અહિં વીડિયો.
ગઝલ કિસી નજર કો તેરા: 'કિસી નજર કો તેરા આજભી ઈન્તેઝાર આજ હેૈ' આ જુના ગીત પર કિર્તીદાને એવા સુંદર અવાજમાં ગાયું કે શ્રોતાઓ સાંભળતા જ રહી ગયાં. આ ગીત વર્ષ 1985માં રિલીઝ થયેલી ફિલ્મ 'એતબાર'નું છે. જે મુકુલ આનંદ દ્વારા નિર્દેશિત ફિલ્મ છે. આ ફિલ્મમાં રાજ બબ્બર, ડિમ્પલ કાપડિયા, સુરેશ ઓબેરોય, ડેની ડેન્ઝોંગપા, શરત સક્સેના મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મની એક ગઝલ 'કિસી નઝર કો તેરા ઈન્તેઝાર આજ ભી હૈ' ખુબજ ફેમસ થઈ હતી. જે આશા ભોસલે અને ભૂપિન્દર સિંહ દ્વારા ગાવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:Bholaa Trailer Out: અજય દેવગણ સ્ટારર ફિલ્મ ભોલાનું ટ્રેલર રિલીઝ, અહિં જાણો ફિલ્મ વિશે
કિર્તીદાન ગઢવીની કારકિર્દી: કિર્તીદાન ગઢવીનો જન્મ 23 ફેબ્રુઆરી 1975માં આણંદ જિલ્લામાં વાલોડ નામના ગામમાં થયો હતો. તેઓ ગુજરાના ટોપ કલાકારોમાં લિસ્ટમાં નામ ધરાવે છે. કિર્તીદાન ગઢવીના પ્રખ્યાત ગીત, ગરબા, ગઝલ અને ડાયરાની વાત કરીએ તો મોગલ, લાડકી, ગોરી રાધાને કાળો કાન, મોગલ છેડતા કાળો નાગ, નગરમે જોગી આયા,, ગોવાડિયો, રસિયો રુપાડો રંગ રેલિયો, આતો મારા મદીનો રથનઓ રણકાર વગેરે સમાવેશ છે.