જૂનાગઢઃરાજ્ય સરકારે વર્ષ 2022 -23 ના સામાન્ય અંદાજપત્રમાં (Gujarat Budget 2022)રખડતા ઢોર અને ગૌશાળા(Cattle roaming the cities)તેમજ ગાય માતાના પોષણને લઈને 500 કરોડ રૂપિયાની યોજનાજાહેર કરી(Cow nutrition plan) છે. રાજ્ય સરકારે પ્રથમ વખત તેના સામાન્ય અંદાજપત્રમાં આ પ્રકારની યોજનાની જાહેરાત કરી હોય તેવું જોવા મળે છે. સમગ્ર મામલાને લઈને ETV Bharat તે જૂનાગઢના સામાજિક લોકોને રાજ્ય સરકારની આ યોજના અને રખડતા ઢોર(Cattle roaming the cities)તેમજ ગૌશાળા અને ગૌવંશને પોષણ યુક્ત બનાવવા માટે જે યોજના બનાવી છે તેને લઇને સવાલો કર્યા હતા.
આ યોજનામાં માતબર રકમની ફાળવણી
જૂનાગઢના લોકોએ રાજ્ય સરકારની આ યોજનાને આવકારી છે પરંતુ સાથે સાથે યોજનાના અમલને લઈને અનેક શંકાઓ ઉભી કરી છે 500 કરોડ જેટલી માતબર રકમની ફાળવણી આ યોજના પાછળ(Gaushala and Panjrapol maintenance)આગામી વર્ષમાં થવા જઈ રહી છે પરંતુ વાસ્તવિક રીતે આ યોજનાનો અમલ અને આ યોજનાથી રખડતા ઢોરના ત્રાસ માંથી શહેરીજનોને કેટલી હદે મુશ્કેલીઓનું નિવારણ થશે તેને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે.