ઈમ્પેક્ટ ફી કાયદો અને બન્યો બંધારણનું પ્રારૂપ જૂનાગઢરાજ્ય સરકારે 15મી ગુજરાત વિધાનસભાના (Gujarat Assembly) એક દિવસીય સત્રમાં ઈમ્પેક્ટ ફીના કાયદાને બંધારણનું (Gujarat Assembly passes impact fee bill ) સ્વરૂપ આપ્યું છે. ત્યારે આ કાયદા હેઠળ કેટલાક અમાન્ય અને મંજૂરી વગર ઊભા કરાયેલા બાંધકામો ઈમ્પેક્ટ ફી કાયદા (impact fee bill) અંતર્ગત રેગ્યૂલર કરી શકાય છે. આ સમગ્ર કાયદાને લઈને લોકોમાં હજી અનેક ગેરસમજો જોવા મળે છે.
કાયદા અંગે લોકજાગૃતિ કાયદાના વ્યાપક અમલીકરણ અને અસરકારકતાને લઈને જૂનાગઢમાંથી ઈમ્પેક્ટ ફી કાયદાને લઈને એક સમાજસેવક (Junagadh Social Worker) લોકોમાં જાગૃતિ (Awarness for impact fee bill) ફેલાવી રહ્યા છે.
ઈમ્પેક્ટ ફી કાયદો અને બન્યો બંધારણનું પ્રારૂપજૂનાગઢમાં છેલ્લા ઘણા સમયથી ઈમ્પેક્ટ ફી કાયદાને (impact fee bill) લઈને લોકજાગૃતિ (Awarness for impact fee bill) ફેલાવનારા અને સરકાર સામે લડતનું રણશિંગું ફૂંકનારા (Junagadh Social Worker) તૂષાર સોજિત્રાએ ETV Bharat ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કાયદાને લઈને હજી સમજણો અને અફવાઓ લોકોના મગજમાં ફરી રહી છે, જેને કાયદાના સાચા પ્રારૂપથી દૂર કરી શકાય તેમ છે, પરંતુ રાજ્ય સરકાર (Government of Gujarat) આવું કરવાનું ટાળી રહી છે.
જૂનાગઢ મનપામા 100 કરતા વધુ દરખાસ્ત પેન્ડીંગજૂનાગઢ મહાનગરપાલિકાની (Junagadh Municipal Corporation) બાંધકામ શાખામાં 100 કરતાં વધુ દરખાસ્તો ગેરકાયદેસર કે મંજૂરી વગરના બાંધકામોને પૂર્વવત્ અને નિયમિત કરવા માટે આપવામાં આવી છે. આ ઉપરાંત હવે કાયદો જ્યારે અમલમાં બન્યો છે. ત્યારે ગેરકાયદેસર અને અનિયમિત બાંધકામોને પૂર્વવત કરવાની અનેક દરખાસ્તો જુનાગઢ મનપાની (Junagadh Municipal Corporation) બાંધકામ શાખાને ઓનલાઇન મળશે તેવી તમામ શક્યતાઓ છે.