ગુજરાત

gujarat

ETV Bharat / state

માણાવદર અને વિસાવદર બેઠક પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પક્ષનું જાળવ્યું નાક - માણાવદર અને વિસાવદર બેઠક

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના પરિણામો (Gujarat Assembly Election 2022 Results ) જાહેર થયા છે ત્યારે આજે જાહેર થયેલા પરિણામોમાં જૂનાગઢ જિલ્લાની માણાવદર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના અરવિંદ લાડાણી (Arvind Ladani win )અને વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ભૂપેન્દ્ર ભાયાણી (Bhupendra Bhayani win )ની જીત થઈ છે આ સિવાય આપ અને કોંગ્રેસનો સમગ્ર વિસ્તારમાંથી રકાશ થયો છે.

માણાવદર અને વિસાવદર બેઠક પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પક્ષનું જાળવ્યું નાક
માણાવદર અને વિસાવદર બેઠક પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પક્ષનું જાળવ્યું નાક

By

Published : Dec 8, 2022, 10:18 PM IST

જૂનાગઢરાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણી (Gujarat Assembly Election 2022 Results ) માં આજે મતગણતરી (Junagadh Assembly Seats ) હાથ ધરવામાં આવી હતી. માણાવદર બેઠક પરથી કોંગ્રેસના અરવિંદ લાડાણી (Arvind Ladani win ) અને વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ભૂપેન્દ્ર ભાયાણીની જીત થઈ છે. અન્ય પરિણામોમાં કેશોદ માંગરોળ અને જુનાગઢ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે.

આ સિવાય આપ અને કોંગ્રેસનો સમગ્ર વિસ્તારમાંથી રકાશ

પાતળી સરસાઈથી વિજેતા જુનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પૈકી માણાવદર અને વિસાવદર બેઠક પર ખૂબ જ પાતળી સરસાઈથી વિજેતા ઉમેદવારો સરસાઈ મેળવી રહ્યા હતાં. મત ગણતરીને અંતે માણાવદર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અરવિંદ લાડાણીનો (Arvind Ladani win )3,353 મતોથી વિજય થયો છે તો તેવી જ રીતે વિસાવદર બેઠક પરથી આપના ભૂપેન્દ્ર ભાયાણી (Bhupendra Bhayani win ) નો કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા હર્ષદ રીબડીયા સામે 7063 મતથી વિજય થયો છે. જુનાગઢ જિલ્લામાં વિસાવદર અને માણાવદર બેઠકના ચૂંટણી પરિણામો રાજકીય પંડિતોને વિચારતા કરી મૂક્યા છે.

જવાહર ચાવડાનો પરાજય સૌથી ચોકાવનારુ પરિણામમાણાવદર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને પૂર્વ કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાનો પરાજય સૌથી ચોકાવનારુ પરિણામ જુનાગઢ જિલ્લામાંથી બહાર આવ્યુ છે. અરવિંદ લાડાણી (Arvind Ladani win )સામે તેમનો 3,353 મતથી પરાજય થયો છે. સમગ્ર રાજ્યમાં ભાજપને જયજયકાર થયો છે તેવા સમયે માણાવદર બેઠક પર જવાહર ચાવડાનો પરાજય રાજકીય પંડિતોને માથું ખંજવાળતા કરી મૂક્યા છે. તો બીજી તરફ જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ભુપત ભાયાણીનો વિજય થયો છે. ભાજપના ઉમેદવાર હર્ષદ રીબડીયા કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયા હતા ત્યારે તેનો પરાજય પણ રાજકીય પંડિતો માટે સંશોધનનો વિષય બન્યો છે.

વિજેતા ઉમેદવારોએ સાથે વાતચીત વિસાવદરના વિજેતા ઉમેદવાર ભૂપેન્દ્ર ભાયાણી (Bhupendra Bhayani win ) અને માણાવદરના વિજેતા ઉમેદવાર અરવિંદ લાડાણી (Arvind Ladani win )એ etv ભારત સાથે વાતચીત કરી હતી. જણાવ્યું હતું કે મતવિસ્તારના લોકોનો ભરોસો તેમના પર મૂકવામાં આવ્યો છે તેને આગામી પાંચ વર્ષમાં પૂરો કરવાની લઈને તેવું કામ કરશે. વધુમાં તેઓ ભાજપની દબાણની રાજનીતિમાં કામ નહીં કરે તેવો હુંકાર પણ તેમણે ભર્યો છે. તો વધુમાં કોંગ્રેસના વિજેતા ઉમેદવાર અરવિંદ લાડાણીએ મત વિસ્તારના લોકોએ તેમના પર જે ભરોસો મૂક્યો છે તેને મતવિસ્તારના ઉન્નતિના કામો સાથે પૂરો કરવાનો આત્મા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details