જૂનાગઢ : આગામી પહેલી તારીખે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રથમ (polling station in Junagadh) તબક્કા માટે મતદાન હાથ ધરાવા જઈ રહ્યું છે, ત્યારે મતદાન પ્રક્રિયા સાથે મતદાન મથકમાં કામ કરતા કર્મચારીઓ માટે મતપત્રકથી મતદાન પ્રક્રિયા યોજવામાં આવી હતી. જેમાં મતદાન મથકમાં મતદાનની પ્રક્રિયા સાથે સંકળાયેલા કર્મચારીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. (Voting process in Gujarat)
સરકારી કર્મચારીઓનું યોજાયું પોસ્ટલ મતદાનપહેલી ડિસેમ્બરના દિવસે ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન હાથ ધરાવા જઇ રહ્યું છે, ત્યારે મતદાન પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ મતદારોનું મતદાન પૂર્વે મતપત્રકો દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. મતદાનના દિવસે મતદાન પ્રક્રિયા સાથે સંકળાયેલા કર્મચારીઓ પોતાના બંધારણીય અધિકાર મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે અગાઉથી તમામ કર્મચારીઓને મત પત્રક મારફતે મતદાન કરવામાં આવે છે. જે મુજબ જૂનાગઢમાં તાલુકા સેવા સદન અને પટેલ કેળવણી મંડળમાં સરકારી કર્મચારીઓના મતદાન માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. જેમાં સરકારી કર્મચારીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ પોસ્ટલ પત્ર દ્વારા કર્યો હતો. (Polling station in Gujarat)