ગુજરાત

gujarat

ETV Bharat / state

સરકારી કર્મચારીએ LRDની પરીક્ષામાં પુત્ર સાથે અન્યાય થતા આત્મહત્યા કરતા મામલો ગૂંચવાયો - LRDની પરીક્ષામાં પુત્ર સાથે અન્યાય

જૂનાગઢ : માલધારી સમાજના સરકારી કર્મચારીએ LRD પરીક્ષામાં તેમના યુવાન પુત્રોને થઇ રહેલા અન્યાયને લઈ આત્મહત્યા કરી લેતા મામલો ગૂંચવાયો છે. માલધારી સમાજે મૃતકના મૃતદેહને લેવાનો ઇન્કાર કરી દીધા છે, જેથી વાતાવરણ વધુ ઉગ્ર બની ગયું છે.

સરકારી કર્મચારીએ LRDની પરીક્ષામાં પુત્ર સાથે અન્યાય થતા આત્મહત્યા કરતા મામલો ગૂંચવાયો
સરકારી કર્મચારીએ LRDની પરીક્ષામાં પુત્ર સાથે અન્યાય થતા આત્મહત્યા કરતા મામલો ગૂંચવાયો

By

Published : Jan 17, 2020, 10:07 PM IST

સમગ્ર ઘટનાને લઈને હોસ્પિટલમાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે. શુક્રવારના રોજ મોડી સાંજ સુધીમાં માલધારી સમાજના ભુવા આતા જૂનાગઢ આવે અને ત્યારબાદ કોઇ અંતિમ નિર્ણય થાય તેવું લાગી રહ્યું છે.

સરકારી કર્મચારીએ LRDની પરીક્ષામાં પુત્ર સાથે અન્યાય થતા આત્મહત્યા કરતા મામલો ગૂંચવાયો

છેલ્લા કેટલાય સમયથી માલધારી સમાજ દ્વારા આ મુદ્દે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, તેવા સમયે આ ઘટના સામે આવતા માલધારી સમાજમાં સરકાર સામે રોષની જ્વાળા ફાટી નીકળી છે.

ABOUT THE AUTHOR

...view details