ગુજરાત

gujarat

ETV Bharat / state

અહીં, શિયાળાને ધ્યાને લઈ ભગવાનને પણ પહેરાવવામાં આવે છે ઉની વસ્ત્રો

જૂનાગઢ : હાલ શિયાળાની ઠંડી ખૂબ જ વધી રહી છે. જેને ધ્યાને રાખીને સૌ કોઈ ઠંડીથી બચવા પ્રયાસો કરી રહ્યા છે ક્યારે આ કડકડતી ઠંડીમાં ભગવાનનું પણ રક્ષણ થાય તે માટે ભકતો દ્વારા ભગવાનને ખાસ તૈયાર કરવામાં આવેલા ઉની વાઘાથી શણગાર કરવામાં આવ્યો છે.

ભગવાનને પણ પહેરાવવામાં આવે છે ઉની વસ્ત્રો
ભગવાનને પણ પહેરાવવામાં આવે છે ઉની વસ્ત્રો

By

Published : Jan 1, 2020, 2:29 AM IST

હાલ સમગ્ર દેશમાં ઠંડી હાહાકાર મચાવી રહી છે. સૌ કોઈ ઠંડીથી બચવા પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનનું ઠંડીથી રક્ષણ થાય તે માટે ખાસ પ્રકારના ઉની વસ્તુઓનો શણગાર કરવામાં આવ્યો છે. જેમ સામાન્ય ભક્તને ઠંડીમાં રક્ષણ મળી રહે તે માટે ભગવાન ધર્મ રૂપિ હુફ આપતા હોય છે, ત્યારે તેમના ભક્તો દ્વારા ઠંડીમાં ભગવાનુ રક્ષણ થાય તે માટે નવા ઉની વાઘનો અલંકાર કરીને ભગવાનને ઠંડીથી રક્ષણ મળે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.

ભગવાનને પણ પહેરાવવામાં આવે છે ઉની વસ્ત્રો
દરેક ધર્મમાં ઋતુ અને ધાર્મિક પરંપરા મુજબ ભગવાનને ભોગ અને શણગાર માટે વિશેષ આયોજન કરવામાં આવતા હોય છે. દરેક ધર્મમાં તેમની ધાર્મિક માન્યતા અને પરંપરા મુજબ ભગવાનને ભોગ અને વાઘ શણગારનું પણ મહત્વ ખાસ જોવા મળે છે. ઋતુ મુજબ ભગવાનને આડઅસરથી બચાવવા માટે તેને આ પ્રકારનો શણગાર કરવામાં આવે છે, ત્યારે હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે અને હાર્ડ થીજાવતી ઠંડી પડી રહી છે જેને લઇને જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન રાધા દામોદરજીનું ખાસ ઊનમાંથી તૈયાર કરવામાં આવેલા વસ્ત્રોનો શણગાર કરીને ભગવાનનુ ઠંડીથી રક્ષણ થાય તે માટે ભક્તોએ આયોજન કર્યુ છે.

ABOUT THE AUTHOR

...view details