દીવના દરિયામાં જોવા મળ્યો 'વાયુ' નો પ્રચંડ કરંટ - etv bharat
દીવઃ 'વાયુ' વાવાઝોડાને કારણે દીવના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. તે દરિયામાં કરંટ હોવાને કારણે ખૂબ ઉંચા મોજા ઉછળ્યા હતા. જે દીવના રાજમાર્ગો પર ફરી વળ્યા હતા.
'વાયુ' નામનું વાવાઝોડું ગુજરાત અને સંઘ પ્રદેશ દિવના દરિયાકાંઠા વિસ્તારમાં ત્રાટકવાની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી, સદનસીબે 'વાયુ' વાવાઝોડાની દિશા બદલતા તે ઓમાન તરફ આગળ વધી ગયું હતું. વાવાઝોડાની તીવ્રતા અને ગંભીરતાને લઇને દીવના દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. સામાન્યપણે દીવના દરિયાને તોફાની માનવામાં આવતો નથી, પરંતુ વાવાઝોડાને પગલે દરિયામાં પાંચ થી છ મીટર જેટલા ઊંચા મોજા ઉછળતાં જોવા મળી રહ્યાં હતાં. દરિયામાં પુષ્કળ પ્રમાણમાં કરંટ હોવાને કારણે મોજાની થપાટો રાજમાર્ગો સુધી પહોંચી હતી અને પાણી ફરી વળ્યું હતું. છેલ્લાં ઘણાં વર્ષોથી આવો નજારો દીવમાં જોવા મળ્યો ન હતો, પરંતુ 'વાયુ' નામના ચક્રવાતની અસરને કારણે દરિયો ગાંડોતુર થઈને તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.