ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતની ઘટના બાદ દીવમાં તમામ હોટેલો અને રેસ્ટોરન્ટમાં સઘન તપાસ

દીવઃ સુરતની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં આવેલી હોટેલો અને રેસ્ટોરન્ટમાં સુરક્ષાની ચકાસણી હાથ ધરવામાં આવી છે ત્યારે દીવ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા દીવની હોટલોમાં ફાયર સેફ્ટી તેમજ તેમના રજીસ્ટ્રેશન અંગે ખાસ તપાસ હાથ ધરવામાં આવી હતી.

દીવઃ

By

Published : May 31, 2019, 9:59 PM IST

સુરત આગમાં માસૂમ બાળકોના કરુણ મોતની ઘટનાને ધ્યાને લઈને દીવ ટુરિઝમ વિભાગ દ્વારા દીવની તમામ હોટલો તેમજ ગેસ્ટ હાઉસમાં ફાયર સેફ્ટીના સાધનો ની તપાસના આદેશ આપવામાં આવ્યાં હતા.જેના અનુસંધાને દીવ અગ્નિશમન દળ અને પોલીસ દ્વારા દીવની હોટલો અને રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ખાસ ફાયર સ્ટેશન ઓફિસર દ્વારા ફાયર સેફ્ટીના સાધનો, એક્ઝીટ ગેઇટ હોઝરિલ, હોસ પંપ, વોટર ટેન્ક કેપેસિટી, જનરેટર, ફાયર બકેટ, ઇમરજન્સીના સાઈન બોર્ડ વિશે તપાસ હાથ ધરી હોટેલ અને ગેસ્ટ હાઉસના માલિકોને જરૂરી સૂચનો આપવામાં આવી હતી.

સુરતની ઘટના બાદ દીવમાં તમામ હોટેલો અને રેસ્ટોરન્ટમાં સઘન તપાસ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details