ગુજરાત

gujarat

ETV Bharat / state

જુનાગઢમાં ભગવાનનું ગરમીથી રક્ષણ કરવા ખાસ તૈયાર કરાય છે ચંદનના વાઘા

જુનાગઢ: હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે સૌ કોઈ આકરી ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે પરમ કૃપાળુ પરમાત્માને પણ ગરમીથી રક્ષણ મળે તેને લઇને ખાસ ચંદનના વાઘા તૈયાર કરવામાં આવી રહ્યા છે. જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં દરરોજ ભગવાનને ચંદનના વાઘાનો શણગાર કરીને ભગવાનને ગરમીથી રક્ષણ આપવામાં આવી રહ્યું છે. જેના દર્શનનો લાભ ભક્તો મોટી સંખ્યામાં આવીને ઉઠાવી રહ્યા છે.

વીડિયો

By

Published : May 15, 2019, 1:48 AM IST

ઉનાળાની ઋતુ તેની ચરમસીમા પર જોવા મળી રહી છે આકરી ગરમીથી સૌ કોઇ ત્રાહિમામ પોકારી ગયા છે જેને લઇને ગરમીથી બચવા માટે લોકો અવનવા પ્રયાસો કરતા હોય છે ત્યારે આ આકરી ગરમીમાં ભગવાનને ગરમી ન લાગે તેને લઈને તેની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. સ્વામિનારાયણ મંદિર દ્વારા ભગવાનને ગરમીથી રક્ષણ મળે તેને લઈને ખાસ પ્રકારના ચંદનના વાઘા બનાવવામાં આવી રહ્યા છે.

વહેલી સવારે 5 વાગ્યે ભગવાનને ચંદનના વાઘાનો શણગાર કરીને સમગ્ર દિવસ દરમિયાન ભગવાનનું ગરમીથી રક્ષણ થાય અને ચંદનના વાઘાના અલૌકિક દર્શન હરિભક્તોને મળી રહે તે માટે ખાસ આયોજન સ્વામિનારાયણ મંદિર દ્વારા કરવામાં આવ્યું છે જેનો સૌ હરિભક્તો ભારે ધાર્મિક આસ્થા સાથે લાભ લઇ રહ્યા છે.

જુનાગઢમાં ભગવાનનું ગરમીથી રક્ષણ કરવા ખાસ તૈયાર કરાય છે ચંદનના વાઘા

જવાહર રોડ સ્વામિનારાયણ મંદિર દ્વારા અખાત્રીજથી વૈશાખી અમાસ સુધી ભગવાનને દરરોજ ચંદનના વાઘાનો શણગાર કરવામાં આવે છે આના માટે ભક્તો વહેલી સવારે અને આખો દિવસ ચંદનને ઘસીને ભગવાનના વાઘા તૈયાર કરવાના કામમાં જોતરાઈ જાય છે. આખા દિવસ દરમિયાન બે થી ત્રણ કિલો જેટલું ચંદન ઘસીને તેનો ૧૫ લીટર કરતાં પણ વધુનો લેપ તૈયાર કરવામાં આવે છે. આ લેપ ભગવાનને પ્રસાદ સ્વરૂપે અર્પણ કરવામાં આવે છે અને તેને વાઘાનુ સ્વરૂપ આપવામાં આવે છે. જેથી આ કારમી ગરમીથી ભગવાનને રક્ષણ મળે તેમજ હરિભક્તોને એક અનોખા દર્શન થાય તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details