Veneshwar Mahadev: મહંમદ ગજનીના સોમનાથ પર કરેલા આક્રમણના પુરાવા આપે છે વેણેશ્વર મહાદેવ - Veneshwar Mahadev Temple
પ્રભાસ પાટણ, સોમનાથ પાટણ તરીકે પણ ઓળખાય છે. મહંમદ ગજનીના સોમનાથ પર કરેલા આક્રમણના પુરાવા આપે છે અહિંયા આવેલા વેણેશ્વર મહાદેવ.1024 માં મહંમદ ગજનીએ સોમનાથ મંદિર પર ચડાઈ કરી હતી. તેની જાહોજહાલને લૂંટી હતી જેનો પુરાવો વેણેશ્વર મહાદેવ મંદિર આજે પણ આપી રહ્યું છે.
મહંમદ ગજનીના સોમનાથ પર કરેલા આક્રમણના પુરાવા આપે છે વેણેશ્વર મહાદેવ
By
Published : May 5, 2023, 11:03 AM IST
|
Updated : May 5, 2023, 4:00 PM IST
મહંમદ ગજનીના સોમનાથ પર કરેલા આક્રમણના પુરાવા આપે છે વેણેશ્વર મહાદેવ
જૂનાગઢ/ ગીર સોમનાથ:સૌરાષ્ટ્ર એટલે શુરાઓ અને સંતોની ભૂમિ. સોમનાથ દાદાની સાથે પ્રભાસના મહાદેવ સાથેનો પણ ઇતિહાસ છે. લોકો દુર દુરથી પ્રભાસના મહાદેવના દર્શન માટે આવે છે. 5000 વર્ષ પૂર્વે પ્રભાસ તીર્થ ક્ષેત્રની ધાર્મિક જાહોજહાલી ને આજે પણ સમેટીને વેણેશ્વર મહાદેવ દિવ્યમાન જોવા મળે છે. મહમદ ગઝની અને તેની સેનાઓ દ્વારા સોમનાથ પર આક્રમણ કર્યું હતું. તે સમયના પુરાવાઓ આજે પણ વેણેશ્વર મહાદેવ શિવલિંગ પર જોવા મળે છે. આ મહાદેવ મંદિર રક્ષિત સ્મારક તરીકે ઓળખાય છે. અહીં મોટી સંખ્યામાં શિવ ભક્તો મહાદેવના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરે છે.
શિવલિંગમાં જોવા મળે છે: મહંમદ ગઝનીના સોમનાથ પર આક્રમણના પુરાવાપ્રભાસ તીર્થ ક્ષેત્રની જાહોજહાલી આજથી 5000 વર્ષ પૂર્વે દિવ્યમાન હશે. તેના પુરાવા આજે પણ સોમનાથ નજીક મળી રહ્યા છે. પ્રભાસ તીર્થ ક્ષેત્રની ભૂમિમાં આજથી 5000 વર્ષ પૂર્વે સ્વયંભૂ સ્થાપિત થયેલા વેણેશ્વર મહાદેવ મંદિર પર મહંમદ ગઝની અને તેની સેના દ્વારા કરવામાં આવેલા આક્રમણના નિશાનો શિવલિંગમાં આજે પણ જોવા મળે છે. 1024 માં મહંમદ ગજનીએ સોમનાથ મંદિર પર ચડાઈ કરી હતી. તેની જાહોજહાલને લૂંટી હતી જેનો પુરાવો વેણેશ્વર મહાદેવ મંદિર આજે પણ આપી રહ્યું છે.
મહંમદ ગજનીના સોમનાથ પર કરેલા આક્રમણના પુરાવા આપે છે વેણેશ્વર મહાદેવ
ધર્મ સંસ્કૃતિમાં પુજવામાં આવે:વેણેશ્વર મહાદેવ મંદિર અતિ પૌરાણિકપ્રવાસ તીર્થ ક્ષેત્રને અતિ પાવન ભૂમિ તરીકે સનાતન ધર્મ સંસ્કૃતિમાં પુજવામાં આવે છે. પ્રભાસતીર્થ ક્ષેત્રમાં આવેલા સોમનાથ મહાદેવની સાથે આજથી પાંચ હજાર વર્ષ કરતા પણ વધુ પૌરાણિક સમયે બિરાજમાન થયેલા સ્વયંભુ વેણેશ્વર મહાદેવ મંદિર સાથે પણ ધાર્મિક ઇતિહાસ જોડાયેલો છે. 1024 માં મહંમદ ગજનીએ સોમનાથ પર જ્યારે આક્રમણ કર્યું. ત્યારે અહીંના રાજા વાજા ઠાકોરની વેણુ નામની દીકરી કે જે પ્રખર શિવ ભક્ત હતી. તેની શિવ ભક્તિ મહંમદ ગજનીના સૈનિકો અને આક્રમણ કારીઓ ન જોઈ શકતા વેણુ નામની દીકરી પર જ્યારે પ્રહાર કરવાનો પ્રયાસ થાય છે. ત્યારે સ્વયંભૂ શિવલિંગ વેણુ ને સુરક્ષિત તેની અંદર સમાવીને તેનુ રક્ષણ કરે છે. ત્યારે વેણુ ને શોધવા માટે મહંમદ ગજની અને તેના આક્રંદાઓ દ્વારા શિવલિંગ પર પ્રહારો કરાય છે. જેના નિશાન આજે પણ વેણેશ્વર મહાદેવ ની શિવલિંગ પર જોવા મળે છે.
શક્તિથી મોતને ઘાટ ઉતાર્યા:મહંમદ ગઝની એ વેણેશ્વર મહાદેવ સમક્ષ કરી યાચનાવાજા ઠાકોરની દીકરી વેણુ પર પ્રહાર કરી રહેલા મહમદ ગજનીના આક્રંદાઓને વેણેશ્વર મહાદેવે તેમની શક્તિથી મોતને ઘાટ ઉતાર્યા હતા. સૈનિકોના મોતથી હતપ્રત થઈને મહંમદ ગજની વેણેશ્વર મહાદેવ મંદિરે પહોંચે છે. ત્યાં મહાદેવનું સાક્ષાત સ્વરૂપ નિહાળીને મહંમદ ગજનીએ મહાદેવ સામત યાચના કરી હતી. કે તેઓ માત્ર સોમનાથની જાહો જહાલીને લૂંટવા માટે આવ્યા છે. ત્યારબાદ મહાદેવ તેમના સૈનિકો પર વેણેશ્વર મહાદેવનો પ્રહાર બંધ થાય છે. ત્યાર બાદ મહંમદ ગજની અહીંથી સોમનાથની જાહોજહાલીને લૂંટીને પલાયન થઈ જાય છે. વેણેશ્વર મહાદેવ મંદિર અસામાન્ય શંકુ ઘાટ સાથેનું મંદિર જોવા મળે છે. જે 13 મી કે14 મી સદીના સ્થાપત્યનું માનવામાં આવે છે. મંદિર પૂર્વભિમુખ હોવાને કારણે પણ તેને રક્ષિત સ્મારકમાં સમાવેશ કરાયો છે.