સોમનાથ મહાદેવ પર અનન્ય શ્રદ્ધા સોમનાથ : અખંડ ભારતના પ્રણેતા લોખંડી પુરુષ અને ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મ જયંતિ છે. ત્યારે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ સરદાર પટેલને આજે તેમની જન્મ જયંતિ નિમિત્તે યાદ કરીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતાં. મંદિર પરિસરમાં દિગ્વિજય દ્વાર સામે આવેલી સરદાર પટેલની વિશાળ પ્રતિમાને સોમનાથ મંદિરના પૂજારીઓ પંડિતોની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પુજન કરીને સરદાર પટેલને તેમની જન્મ જયંતિ પ્રસંગે શ્રદ્ધાંજલિ આપી હતી.
સરદાર પટેલેે સોમનાથ માટે લીધી હતી પ્રતિજ્ઞા : નવમી નવેમ્બરના દિવસે જ્યારે જૂનાગઢ આઝાદ થયું ત્યારબાદ જૂનાગઢની મુક્તિ સભામાં બહાઉદ્દીન કોલેજ ખાતે આવેલા સરદાર પટેલે જાહેર સભા સંબોધી હતી. સરદાર પટેલે 13 મી નવેમ્બર 1950 ના દિવસે સોમનાથ મંદિર પહોંચ્યા હતા. અહીં તેમણે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
સોમનાથ મહાદેવ પ્રત્યે અનન્ય શ્રદ્ધા : ત્યાર બાદ વર્ષ 1950માં પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદના હસ્તે સોમનાથ મંદિરના નવનિર્માણનું કામ શરૂ થયું. આજે જે ભવ્ય સોમનાથ મંદિર દિપાયમાન બની રહ્યું છે તે એકમાત્ર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિજ્ઞાને કારણે શક્ય બન્યું છે. સરદાર પટેલને સોમનાથ મહાદેવ પ્રત્યે અનન્ય શ્રદ્ધા હતી. જેથી તેમણે સમુદ્ર કિનારે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર થાય અને ભવ્ય મંદિરનું નિર્માણ થાય તે માટેની પ્રતિજ્ઞા લીધી હતી.
સોમનાથ મંદિરના જીર્ણ અવશેષો જોઇ સંકલ્પ લીધેલો : સરદાર વલ્લભભાઈ પટેલ દેશ આઝાદ થયો અને જૂનાગઢને આઝાદી અપાવી નૂતન વર્ષે 13 નવેમ્બર 1947ના રોજ સોમનાથ આવ્યા હતાં, ત્યારે સોમનાથ મંદિરના જીર્ણ અવશેષો જોઈને સરદારનું હૃદય દ્રવી ઉઠ્યું હતું. ત્યારે સરદાર પટેલે સોમનાથ મંદિરનાં પુનઃ નિર્માણનો સંકલ્પ સમુદ્ર જળ હાથમાં લઈને કર્યો હતો. કાળક્રમે સરદાર સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારના સંકલ્પને નિહાળવા જીવિત તો ન હતાંં પરંતુ આજે પણ સોમનાથ મંદિર પરિસરમાં આવેલી સરદારની પ્રતિમા અવિરત ભગવાન સોમનાથના દર્શન કરી રહી છે.
- Sardar Patel Birth Anniversary: 149મી જન્મ જયંતિએ પણ સરદાર છે દમદાર
- Run for Unity: 'રાષ્ટ્રીય એકતા દિવસ' નિમિતે યોજાયેલ 'રન ફોર યુનિટી'ને મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે ફ્લેગ ઓફ કરાવી
- PM Modi Gujarat Visit: 31 ઓક્ટોબરે PM મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ક્યાં નવા પ્રોજેકટનું લોકાર્પણ કરશે, જાણો