ગુજરાત

gujarat

ETV Bharat / state

આજથી ગીર સાસણ સફારી પાર્ક ફરી એક વખત પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું - સફારી પાર્ક

આજથી ગીર સાસણ જંગલ સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવતા પ્રવાસીઓના પ્રથમ ગ્રુપને સફારી પાર્કમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

tourists
આજથી ગીર સાસણ સફારી પાર્ક ફરી એક વખત પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું

By

Published : Oct 16, 2020, 8:04 AM IST

  • આજથી સાસણ જંગલ સફારી પાર્કનો પ્રારંભ
  • સવારે 6 વાગ્યે પ્રવાસીઓને પાર્કમાં પ્રવેશ અપાયો
  • વનવિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યા દિશાનિર્દશો
  • પાર્કની મુલાકાત દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનું પાલન

જૂનાગઢ: પાછલા સાત મહિનાથી બંધ ગીરનું સાસણ સફારી પાર્ક ફરી એક વખત પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. આજે વહેલી સવારે વનવિભાગના અધિકારીઓ અને ઓનલાઇન પરમિશન મેળવેલા પ્રવાસીઓને સાસણ સફારી પાર્કમાં વિધિવત રીતે પ્રવેશ આપવામાં આવ્યો હતો.

કોરોના સંક્રમણને કારણે છેલ્લા સાત મહિનાથી બંધ રાખવામાં આવેલું ગીર સાસણ સફારી પાર્ક ફરી એક વખત પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. આજે વહેલી સવારે 6 વાગ્યે પ્રવાસીઓને વિધિવત રીતે સફારી પાર્કમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ તકે વનવિભાગના અધિકારીઓ દ્વારા પ્રવાસીઓને સફારી પાર્કમાં રવાના કરવામાં આવ્યા હતા. સંક્રમણને કારણે વનવિભાગ દ્વારા જાહેર કરાયેલા તમામ દિશાનિર્દેશોનું પ્રત્યેક પ્રવાસીને ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે.

આ વર્ષે બદલાયેલી પરિસ્થિતિમાં શાસન સફારી પાર્ક શરૂ થયું છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા જે નિર્દેશ આપવામાં આવ્યા છે, તે મુજબ પ્રત્યેક પ્રવાસીઓએ પોતાની વ્યક્તિગત જવાબદારી સમજીને સમગ્ર સફારી પાર્કની મુલાકાત દરમિયાન ચહેરા પર માસ્ક બાંધવું, સેનીટાઇઝર સાથે રાખવું જેવા નિર્દશો આપવામાં આવ્યા છે. દરેક સફારી પાર્કને મુલાકાત બાદ જીપ્સીને પણ સેનીટાઇઝર કર્યા બાદ બીજી વખત જંગલમાં મોકલવાનો નિર્ણય વનવિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details