ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢમાં વડના ઝાડમાં સ્વયંભૂ પ્રગટ્યા દુંદાળા દેવ

જૂનાગઢઃ હાલ સમગ્ર દેશમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે. વિવિધ પંડાલોમા અવનવા રૂપમાં ગણપતિ દાદા દર્શન આપી રહ્યા છે. ત્યારે જૂનાગઢની ડૉક્ટર હેડગેવાર સંસ્થા દ્વારા સંચાલિત શાળાના એક ઝાડમાં છેલ્લા ત્રણ વર્ષથી દુંદાળાદેવ દર્શન આપી રહ્યા છે. જેથી અહીં અભ્યાસ કરતા બાળકો તેમજ શાળાના શિક્ષકો વર્ષ દરમિયાન દુંદાળા દેવની આરતી કરીને શૈક્ષણિક કાર્યૂની શરૂઆત કરે છે. તો ચાલો જાણીએ દુંદાળા દેવનું પ્રાગટ્ય અને તેના મહાત્મ્ય વિશે...

devotee

By

Published : Sep 6, 2019, 11:51 AM IST

Updated : Sep 6, 2019, 1:30 PM IST

આજથી 5 વર્ષ પહેલા આ શળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં એક વડના ઝાડનું પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેના બે વર્ષ બાદ વડના થડમાં શિવ પુત્ર ગણેશ આકાર લઈ રહ્યા હોવાની શાળાના શિક્ષકોને જાણ થતા શાળાના શિક્ષકોએ હિન્દુ ધર્મના જાણકારોની સલાહ લીધી હતી. ધીમે ધીમે ઝાડનું થડ મોટું થતું ગયું તેમ તેમ સ્પષ્ટપણે દુદાળા દેવ ગણેશના દર્શન ગયા આજથી ત્રણ વર્ષ પૂર્વે દુંદાળા દેવ ગણેશની આબેહૂબ મૂર્તિ સ્વરૂપ થળમાં રૂપાંતર થયું હતું. અહીં ગણપતિની પૂજા અને અર્ચના કર્યા બાદ જશૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવે છે

જૂનાગઢમાં વડના ઝાડમાં સ્વયંભૂ પ્રાગટ્યા દુંદાળા દેવ

છેલ્લા ત્રણ વર્ષથી શાળામાં દુંદાળાદેવ ગણેશની આસ્થા સાથે પૂજન પણ કરવામાં આવે છે અને ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિતે 10 દિવસ સુધી બાપાની વિશેષ પૂજા અને આરતી પણ કરાય છે. જેમાં દરરોજ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ ઉત્સાહભેર ભાગ લે છે.

જૂનાગઢથી મનીષ ડોડીયાનો અહેવાલ ઈટીવી ભારત

Last Updated : Sep 6, 2019, 1:30 PM IST

ABOUT THE AUTHOR

...view details