ગુજરાત

gujarat

ETV Bharat / state

Ganesh Chaturthi 2023: અખાત્રીજ પછી આવતી ગણેશ ચતુર્થીનું ધાર્મિક મહત્વ - Ganesh Chaturthi Junagadh

સનાતન ધર્મ સંસ્કૃતિના હિન્દુ પંચાંગ મુજબ અખાત્રીજ પછી આવતી ગણેશ ચતુર્થીને ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે. ભગવાન ગણેશને વિઘ્નહર્તા દેવ તરીકે પૂજાય છે. અખાત્રીજ પછી આવતી ગણેશચોથ ધાર્મિક રીતે પણ પ્રત્યેક ઉપાસકને શુભ ફળપ્રાપ્ત કરનારી બનતી હોય છે.

Ganesh Chaturthi 2023: અખાત્રીજ પછી આવતી ગણેશ ચતુર્થીનું ધાર્મિક મહત્વ
Ganesh Chaturthi 2023: અખાત્રીજ પછી આવતી ગણેશ ચતુર્થીનું ધાર્મિક મહત્વ

By

Published : Apr 23, 2023, 10:22 AM IST

Ganesh Chaturthi 2023: અખાત્રીજ પછી આવતી ગણેશ ચતુર્થીનું ધાર્મિક મહત્વ

જૂનાગઢઃઅખાત્રીજ પછીની ગણેશચતુર્થીનું આગવું મહત્ત્વ છે. સનાતન ધર્મ સંસ્કૃતિમાં અખાત્રીજ પછી આવતી ગણેશ ચતુર્થી લોકો માટે આસ્થાનો દિવસ છે. ઉપાસકો માટે પણ અતિ શુભ માનવામાં આવે છે. ગણેશચતુર્થી વદ અને સુદ પક્ષમાં આવતી હોય છે. અખાત્રીજ બાદ આવતી ગણેશ ચતુર્થીનું સનાતન ધર્મ સંસ્કૃતિના હિંદુ પંચાંગમાં પણ ખૂબ જ મહત્ત્વ છે. આજના દિવસે ગણપતિ મહારાજની પૂજા પાઠ અને દર્શન કરવાથી પણ પ્રત્યેક ઉપાસકની તમામ મનોકામના પૂર્ણ થતી હોય છે.

આ પણ વાંચોઃ Chardham Yatra 2023: શનિવારથી ચારધામ યાત્રાનો પારંભ, શ્રદ્ધાળુંઓએ કરવું પડશે આ કામ ફરજીયાત

દંતકથા આવી છેઃઆ દંતકથા મુજબ અખાત્રીજ બાદ આવતી ગણેશ ચતુર્થીનું ભારોભાર વર્ણન હિન્દુ ધર્મગ્રંથો અને શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે. ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ મહારાજની પૂજા કરવાનું પણ વિશેષ ધાર્મિક મહત્વ જોવા મળે છે. રવિવારે આવતી ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ મહારાજને પંચામૃત સ્નાન દુર્વા લાલ પુષ્પ અને લાડુનો પ્રસાદ અર્પણ કરવાથી પ્રત્યેક ગણપતિ ઉપાસકને રિદ્ધિ અને સિદ્ધિ પ્રાપ્ત થતી હોય છે. ગણપતિ મહારાજ ખુદ રિદ્ધિ અને સિદ્ધિના દેવતા તરીકે પણ પૂજાય છે.

મોટી રહાત મળે છેઃઆજના દિવસે ગણપતિ મહારાજની ધાર્મિક આસ્થા સાથે પૂજા પાઠ અને દર્શન કરવાથી પણ પ્રત્યેક ભક્તને વિઘ્નહર્તા દેવ તમામ મુશ્કેલી અને આપત્તિ માથી સફળતાપૂર્વક બહાર કાઢે છે. તેવી દંતકથા મુજબ આજે પણ ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ મહારાજની પૂજા નુ વિશેષ મહત્વ જોવા મળે છે. ભવિષ્ય પુરાણમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે વિનાયક ચતુર્થીનું વ્રત કરવાથી તમામ પ્રકારના કષ્ટ દૂર થાય છે અને ધર્મ, અર્થ, મોક્ષ, જ્ઞાન, ધન અને સ્વાસ્થ્ય મળે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ગણપતિના સિદ્ધિ વિનાયક સ્વરૂપની પૂજા કરવાથી નોકરી અને વ્યવસાયમાં સમસ્યાઓ દૂર થઈ શકે છે.

આ પણ વાંચોઃ AKSHAYA TRITIYA 2023 : અક્ષય તૃતીયા આ રાશિના જાતકોનું ભાગ્ય બદલી નાખશે

વિદ્યાના દેવઃગણેજીની ભક્તિ કરનારાઓની બૌદ્ધિક ક્ષમતા તેજ થાય છે અને કામમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે. આ દિવસે ચંદ્ર વૃષભ રાશિમાં સંક્રમણ કરશે, આવી સ્થિતિમાં ભદ્રાનો વાસ સ્વર્ગમાં હશે. સ્વર્ગમાં ભદ્રાની ચાલથી અશુભ અસર થતી નથી, આવી સ્થિતિમાં ગણપતિની પૂજામાં ભદ્રાની કોઈ અસર નહીં થાય. જો વ્યક્તિની કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય તો તેને નોકરી-ધંધાના ક્ષેત્રમાં પરેશાનીઓનો સામનો કરવો પડે છે.

ABOUT THE AUTHOR

...view details