મૃતકની માતાની ફરીયાદના આધારે સામે આવ્યું હતું કે, યુવકની પત્નીને શીલના એક શખ્સ સાથે આડા સંબંધ હોવાના કારણે તેનો કાંટો કાઢી નાખવા દારૂમાં ઝેર ભેળવી હત્યા કરી મૃતદેહને ફેંકી દેવામાં આવ્યો હતો.
જૂનાગઢમાં નેત્રાવતી નદીના પુલ નીચેથી મળી આવ્યો યુવાનનો મૃતદેહ - sanjay vyas
જૂનાગઢઃ જૂનાગઢ માંગરોળના શીલના નેત્રાવતી નદીના પુલ નીચેથી મળી આવેલો મૃતદેહ મુંબઇના ભાંડુપ વિસ્તારમાં રહેતા ભરડા પરિવારના એક યુવકનો હોવાનું સામે આવ્યું છે.
શીલથી 1 કી.મી. દુર નેત્રાવતી નદીના પુલ નીચે સોમવારના રોજ એક યુવકનો મૃતદેહ પોલીસને મળી આવ્યો હતો. મૃતકની માતાએ ભુપેન્દ્ર ત્રિકમભાઇ ભરડા નામના શખ્સે દારૂમાં ઝેર ભેળવી હત્યા કરી હોવાની શીલ પોલીસમાં ફરિયાદ નોંધાવ્યું હતુ઼ં.
મુંબઇના ભાંડુપ (ઈસ્ટ) ફ્રેન્ડ્સ કોલોનીમાં રહેતા રાણીબેન ભીખાલાલ ભરડા (ઉ.વ.૬૬) એ આ બનાવ અંગે શીલ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી કે, તેના દીકરા અજયની પત્ની સેજલ સાથે શીલમાં રહેતા ભુપેન્દ્ર ત્રિકમભાઇ ભરડાનો અનૈતિક સંબંધ હતો. જેના કારણે અવાર-નવાર ઘરે ન આવવાનું કહેવા છતા ભુપેન્દ્ર મુંબઇ ખાતે અજયના ઘરે જઇને રોકાતો હતો. તે દરમિયાન ગત તા.24ના રોજ ભુપેન્દ્ર મુંબઇ ગયેલો હતો અને અજયની પત્ની સેજલને પોતાના ઘરે બોલાવી હતી. ત્યારે મૃતક યુવક પણ શીલ આવ્યો હતો અને તા.1ના રોજ રાત્રીના નવેક વાગ્યે ભુપેન્દ્રએ અજયને બોલાવી દારૂમાં ઝેરી દવા ભેળવી મોતને ઘાટ ઉતારી અજયના મૃતદેહને શીલની ખાડીમાં નાંખી દીધી હતો.