કેશોદ પાલિકા દ્વારા શહેરભરમાં ફાયર સેફ્ટીના સાધનોની સઘન તપાસ - Surat
કેશોદઃ સુરતની ઘટના બાદ કેશોદ પાલિકાનું તંત્ર સક્રિય બન્યું છે ત્યારે પાલિકા દ્વારા 8 કર્મચારીઓની 2 ટીમ બનાવી હૉસ્પિટલ, હૉટલાે, રેસ્ટાેરેન્ટ, બેન્ક તેમજ સ્કૂલ કે જયાં ફાયર સેફટીના સાધનોની તપાસ હાથ ધરવામાં આવી હતી.
કેશાેદ
કેશોદ પાલિકા દ્વારા 8 કર્મચારીઓની 2 ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમા હૉસ્પિટલ, હૉટલો, રેસ્ટાેરેન્ટ, બેન્ક તેમજ સ્કૂલ કે જયાં ફાયર સેફટીના સાધનો નથી અથવા એક્સપાયરી ડેઇટવાળા છે તેને 3 દિવસમાં જાેગવાઇ કરવા નોટીસ ફટકારવામા આવી છે. હવે જાેવાનું એ છે કે, 3 દિવસ બાદ પાલિકા દ્વારા ફેર તપાસ હાથ ધરી જરૂર પડ્યે સીલ મારવાની કામગીરી કરવામાં આવશે કે પછી વ્હાલા દવલાની નીતિ રાખી સ્મૃતિપત્ર આપવામાં આવશે.