ગુજરાત

gujarat

જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂએ એક રૂપિયામાં દીકરીના લગ્ન કરવાની કરી જાહેરાત

By

Published : Dec 13, 2020, 5:39 PM IST

જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય અને લોહાણા મહાજન સમાજના પ્રમુખ મહેન્દ્ર મશરૂએ સમાજ સહિત અન્ય સમાજની દીકરીઓના પણ એક રૂપિયાના ટોકન દરે લગ્ન કરી આપવાની જાહેરાત કરી છે. કોરોના કાળમાં ગરીબ પરિવારોનું જીવન નિર્વાહ ખૂબ દુષ્કર બની રહ્યું છે. ત્યારે આવા કપરા સમયમાં પૂર્વ ધારાસભ્યએ સામાજિક જવાબદારી નિભાવીને પ્રત્યેક ગરીબ પરિવારની દીકરીના લગ્ન એક રૂપિયામાં કરાવી આપવાની જાહેરાત કરી છે.

જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂએ એક રૂપિયામાં દીકરીના લગ્ન કરવાની કરી જાહેરાત
જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂએ એક રૂપિયામાં દીકરીના લગ્ન કરવાની કરી જાહેરાત

  • પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂની વધુ એક સમાજ સેવા
  • ગરીબ પરિવારની દીકરીના એક રૂપિયામાં લગ્ન કરાવી આપવાની કરી જાહેરાત
  • લગ્નનો તમામ ખર્ચ લોહાણા મહાજન સમાજ ઉઠાવશે


જૂનાગઢ :શેહરના પૂર્વ ધારાસભ્ય અને લોહાણા મહાજન જ્ઞાતિના પ્રમુખ મહેન્દ્ર મશરૂએ ફરી એક વખત સમાજસેવાની મિસાલ બુલંદ કરી છે. આ વખતે લોહાણા મહાજન સહિત પ્રત્યેક ગરીબ પરિવારની દીકરીની એક રૂપિયાના ટોકન દરે લગ્ન કરાવી આપવાની જાહેરાત કરી છે. મહેન્દ્ર મશરૂ જૂનાગઢમાં સમાજસેવા માટે અદકેરૂ માન અને સન્માન ધરાવે છે. ત્યારે કોરોના સંક્રમણ કાળમાં ખાસ કરીને ગરીબ પરિવારોએ પોતાની રોજગારી ગુમાવી છે. જેને કારણે તેમની આર્થિક સ્થિતિ ખૂબ નબળી પડી છે. ત્યારે ગરીબ પરિવારની પ્રત્યેક દીકરીના એક રૂપિયાના ટોકન દરે લગ્ન કરાવી આપવાની જાહેરાત મહેન્દ્ર મશરૂએ કરી છે.

જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂએ એક રૂપિયામાં દીકરીના લગ્ન કરવાની કરી જાહેરાત

પૂર્વ ધારાસભ્યએ કરેલી જાહેરાત નવા આશાના કિરણ સમાન
મહેન્દ્ર મશરૂએ એક રૂપિયામાં ટોકન દરે ગરીબ પરિવારની દીકરીના લગ્ન કરાવી આપવાની જાહેરાત કર્યા બાદ લગ્નમાં થતો તમામ ખર્ચ તેમજ દીકરીને દેવામાં આવતો કરિયાવર અને ભોજન સહિતનો તમામ ખર્ચ જૂનાગઢ લોહાણા મહાજન સમાજ ઉઠાવશે. કોરોના સંક્રમણ કાળમાં ખાસ કરીને ગરીબ પરિવારો તેમની રોજગારી ગુમાવી ચૂક્યા છે. આવી પરિસ્થિતિમાં કોઈ પણ ગરીબ પરિવાર પોતાની દીકરીને સાસરે વળાવી શકે તેટલી વ્યવસ્થા કરી શકવા માટે અસમર્થ હોય તેવા તમામ પરિવારને પૂર્વ ધારાસભ્યએ કરેલી જાહેરાત નવા આશાના કિરણ સમાન લાગશે.

ABOUT THE AUTHOR

...view details