ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢમાં કોરોનાના ચાલતા સતત બીજા વર્ષે રામ નવમીની શોભાયાત્રા રદ્દ - Junagadh hindu seva samiti

જૂનાગઢ શહેરમાં સતત બીજા વર્ષે રામ નવમીના તહેવાર નિમિત્તે વર્ષોથી આયોજિત થતી આવતી રામ નવમીની શોભાયાત્રા રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગત વર્ષે પણ કોરોના સંક્રમણને કારણે રામ નવમીની ઉજવણીઓ બંધ રાખવામાં આવી હતી. આ વર્ષે પણ કોરોનાના કહેરની વચ્ચે રામ નવમીની શોભાયાત્રા મોકૂફ રાખવામાં આવી છે.

રામ નવમીની શોભાયાત્રા રદ્દ
રામ નવમીની શોભાયાત્રા રદ્દ

By

Published : Apr 21, 2021, 12:28 PM IST

  • જૂનાગઢ હિન્દુ સેવા સમિતિ દ્વારા રામનવમી શોભાયાત્રા રદ્દ કરવાનો નિર્ણય
  • સતત બીજા વર્ષે રામ નવમીની શોભાયાત્રા મોકુફ કરાઇ
  • રામ નવમીની આરતી સંપન્ન થયા પછી તમામ ધાર્મિક કાર્યક્રમોને પૂર્ણ કરી દેવાશે

જૂનાગઢ :કોરોનાનું સંક્રમણ સમગ્ર રાજ્યમાં અજગરી ભરડો લેતું જોવા મળી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં આજે બુધવારે રામનવમીનો પાવન તહેવાર આવી રહ્યો છે. સતત વધતા કોરોના સંક્રમણને કારણે ગત વર્ષની માફક આ વર્ષે પણ રામ નવમીની શોભાયાત્રા જે જૂનાગઢ શહેરમાં વર્ષોથી હિન્દુ સેવા સમાજ દ્વારા કાઢવામાં આવતી હતી. તે આ વર્ષે મોકુફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રામ નવમીની શોભાયાત્રા રદ્દ

ભગવાન શ્રી રામચંદ્રજીની આરતી અને દર્શન સિવાય અન્ય તમામ ધાર્મિક કાર્યક્રમો મોકૂફ

આજે રામનવમીના દિવસે માત્ર ભગવાન શ્રી રામચંદ્રજીની આરતી અને દર્શન સિવાય અન્ય તમામ ધાર્મિક કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા છે. તેવું હિન્દુ સેવા સમાજ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જૂનાગઢના ઇતિહાસમાં સતત બે વર્ષ સુધી રામનવમીની શોભા યાત્રા મોકૂફ રાખવાની ફરજ પડી રહી છે.

આ પણ વાંચો : કોરોના સંકટઃ આઠમના થતા યજ્ઞો અને રામનવમીની ઉજવણીઓ પર કોરોનાનું ગ્રહણ

રામ નવમીની શોભાયાત્રા રદ્દ

શોભાયાત્રા રદ્દ કરવાનો નિર્ણય હિન્દુ સેવા સમાજ દ્વારા કરવામાં આવ્યો

ગત વર્ષે પણ કોરોના સંક્રમણને ધ્યાને રાખીને રામ નવમીની શોભા યાત્રા રદ્દ કરવામાં આવી હતી. આ વર્ષે પણ ભયજનક રીતે આગળ વધી રહેલા કોરોના સંક્રમણને કારણે રામ નવમીની શોભાયાત્રા જૂનાગઢમાં રદ્દ કરવાનો નિર્ણય હિન્દુ સેવા સમાજ દ્વારા કરવામાં આવ્યો છે.

કોરોના સંક્રમણને લીધે શોભાયાત્રાનું આયોજન મુલતવી રખાયું

દર વર્ષે જૂનાગઢ શહેરમાં ધાર્મિક માન્યતા અને પ્રાચીન હિન્દુ ધર્મની સંસ્કૃતિને ધ્યાને રાખીને રામ નવમીના પવિત્ર અને પાવન દિવસે શોભાયાત્રાનું આયોજન કરાતું હોય છે. પરંતુ કોરોના સંક્રમણે સતત બે વર્ષ સુધી અજગરી ભરડો લઈ લેતા શોભાયાત્રાનું આયોજન મુલતવી રાખવાની ફરજ પડી રહી છે.

આ પણ વાંચો :જૂનાગઢના માંગરોળમાં રામનવમીની શોભાયાત્રા મોકૂફ કરાઇ


રામ નવમીના દિવસે ભગવાન રામચંદ્રજીની વિશેષ પૂજા પંડિત દ્વારા કરાશે


જૂનાગઢના ઉપરકોટ વિસ્તારમાં આવેલા રામજી મંદિરમાં રામ નવમીના દિવસે ભગવાન રામચંદ્રજીની વિશેષ પૂજા પંડિત દ્વારા કરવામાં આવશે. આ આયોજન વખતે મંદિર પરિસરમાં ખૂબ જ મર્યાદિત ભક્તોની હાજરીમાં પરિપૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ રામ નવમીની આરતી સંપન્ન થયા પછી તમામ ધાર્મિક કાર્યક્રમોને પૂર્ણ કરી દેવામાં આવશે. સતત વધી રહેલું કોરોનાનું સંક્રમણ હવે લોકોને ખૂબ જ મુશ્કેલીમાં મૂકી રહ્યું છે. ત્યારે આવી પરિસ્થિતિમાં મંદિરના પૂજારી પણ કોરોના રાક્ષસનો ભગવાન શ્રી રામચંદ્રજી દ્વારા વધ કરવામાં આવે તેવી મનોકામનાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details