ગુજરાત

gujarat

Ram Navami 2023: જૂનાગઢમાં ભગવાન રામની શોભાયાત્રા કાઢવામાં આવશે

By

Published : Mar 30, 2023, 9:59 AM IST

આજે ભગવાન રામની જન્મ જયંતી છે. ત્યારે જૂનાગઢમાં ભગવાન રામની શોભાયાત્રા કાઢવામાં આવશે.નાસિકના ઢોલ અને શરણાઈ વાદકના 17 સભ્યોના ગ્રુપને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સભ્યો સમગ્ર શોભાયાત્રા ના રૂટ પર ઢોલ અને શરણાઈના સુરુ રેલાવીને ભગવાન રામચંદ્રજીની શોભાયાત્રામાં જોડાશે.38 વર્ષથી જુનાગઢ શહેરમાં રામ જન્મોત્સવને લઈને શોભાયાત્રાનું આયોજન હરિ ઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.

પ્રથમ વખત રામચંદ્રજી બિરાજશે ચાંદીની પાલખીમાં  શોભાયાત્રામાં
પ્રથમ વખત રામચંદ્રજી બિરાજશે ચાંદીની પાલખીમાં શોભાયાત્રામાં

પ્રથમ વખત રામચંદ્રજી બિરાજશે ચાંદીની પાલખી માં શોભાયાત્રા માં

જૂનાગઢ:ચૈત્ર સુદ નોમના દિવસે ભગવાન રામનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવે છે. આજે પુરા ભારતમાં ભગવાન રામની જન્મ જયંતી ઉજવવામાં આવશે. જૂનાગઢમાં પણ પાછલા 38 વર્ષથી જન્મ જયંતીના દિવસે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. તે મુજબ આ વર્ષે ભગવાન રામચંદ્રજીને પ્રથમ વખત ચાંદીની પાલખીમાં બિરાજમાન થવાના છે. તો સાથે સાથે આવનારા વર્ષોમાં શોભાયાત્રા દરમિયાન ડીજે અને તલવારબાજી જેવા તમામ કાર્યક્રમો કાયમી ધોરણે બંધ રાખવાની શોભાયાત્રાનું આયોજન કરતાં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. પ્રતિબંધ કોઇ પણ મૂકવામાં આવે પરંતુ ભક્તોનો ભગવાન રામ માટેનો પ્રેમ અતૂટ છે.

ચાંદીની પાલખીમાં:ચૈત્ર સુદ નોમ એટલે કે ભગવાન રામચંદ્રજીનો જન્મોત્સવ. ત્યારે પાછલા 38 વર્ષથી જુનાગઢ શહેરમાં રામ જન્મોત્સવને લઈને શોભાયાત્રાનું આયોજન હરિ ઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.પાછલા વર્ષો દરમિયાન ભગવાન રામને શણગારેલા વાહનમાં બિરાજમાન કરવામાં આવે છે. જે સમગ્ર જુનાગઢ વાસીઓને દર્શન આપવા માટે રાજમાર્ગો પર શોભાયાત્રાના રૂપમાં પરિભ્રમણ કરે છે. પરત નિજ મંદિરે ફરે છે. પરંતુ આ વર્ષે રામચંદ્રજીની શોભાયાત્રામાં આમૂલ પરિવર્તન કરવામાં આવ્યું છે. આ વર્ષની શોભાયાત્રા માં ભગવાન શ્રીરામને ખાસ રાજસ્થાની કલાકારો દ્વારા બનાવવામાં આવેલી ચાંદીની પાલખીમાં બિરાજમાન કરીને જુનાગઢ વાસીઓને દર્શન આપવા માટેનો આયોજન થયુ છે.

આ પણ વાંચો Junagadh News : બહાઉદ્દીન કોલેજના 125 વર્ષ પૂર્ણ, મિસ્ત્રીની કળા નીચે તૈયાર થયેલું નિર્માણ એશિયામાં સર્વોત્તમ

પાંચ કિલો ચાંદી:પાંચ કિલો ચાંદી અને અન્ય પદાર્થમાંથી પાલખી બની છે. હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભગવાન શ્રી રામચંદ્રને પાલખીમાં બિરાજમાન કરવા માટે રાજસ્થાનના કુશળ કારીગરો દ્વારા પાલખીનુ નિર્માણ કરાવવામાં આવ્યું છે. જેમાં પાંચ કિલો શુદ્ધ ચાંદીની સાથે 67 કિલો ઓક્સીડાઇઝ તત્વોની સાથે લાકડું મળીને આ પાલખી નું નિર્માણ કરાયું છે. જેમાં રામચંદ્રજીને રામનવમી ના દિવસે બિરાજમાન કરાશે. જેને ચાર સ્વયંસેવકો પગપાળા ખભા પર ઉચકીને શોભાયાત્રામાં સામેલ થશે. આ જ પ્રકારે દર વર્ષે રામ જન્મોત્સવ અને જન્માષ્ટમીના તહેવારની પણ ઉજવણી કરવામાં આવશે.

પ્રથમ વખત રામચંદ્રજી બિરાજશે ચાંદીની પાલખીમાં

આ પણ વાંચો Junagadh News: યુવાન ખેડૂતે મધની ખેતી કરીને બન્યો આત્મનિર્ભર, મધનું કર્યું મબલખ ઉત્પાદન

સંપૂર્ણ પ્રતિબંધ: આ વર્ષની રામ જન્મોત્સવ શોભાયાત્રામાં ડીજે અને તલવારબાજી જેવા તમામ પ્રસંગોને સંપૂર્ણ પ્રતિબંધિત કરાયા છે. ડીજે ની જગ્યા પર દેશી સંગીતના વાદ્યો દ્વારા ભગવાન રામચંદ્રજીની શોભાયાત્રા ને અભિવાદિત કરવામાં આવશે. નાસિકના ઢોલ અને શરણાઈ વાદકના 17 સભ્યોના ગ્રુપને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સભ્યો સમગ્ર શોભાયાત્રા ના રૂટ પર ઢોલ અને શરણાઈના સુરુ રેલાવીને ભગવાન રામચંદ્રજીની શોભાયાત્રામાં જોડાશે. અંગ કસરતના દાવોમાં તલવારબાજી સહિતના તમામ કાર્યક્રમોને કાયમી ધોરણે બંધ રાખવાની જાહેરાત પણ શોભાયાત્રાનું આયોજન કરતા હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details